સુરત: ગુજરાતમાં કોરોના કહેર દિવસે ને દિવસે વધુ રહ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ શહેરોમાં સંક્રમણ વધે નહી તે માટે તંત્ર અને સરકાર દ્વારા તમામ જરૂરી પ્રયત્નો કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 783 થઈ ગઈ છે. કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 35 થઈ ગયો છે.  જેથી પાલિકા કમિશનરે તા.9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે આજે સવારથી શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં લોકોએ શાકભાજી લેવા લાઈનો લગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બન્યા છે. જેના કારણે પાલિકા કમિશનરે તા.9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાકભાજી વેચનારાઓનાના અત્યાર સુધી 10થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાકભાજીની લારીઓ પર નાની-નાની વસ્તુઓ પસંદ કરીને લેવામાં આવે છે. જેથી ભીડ વધારે થતાં ચેપ લાગવાની શક્યતા રહે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસ શાકભાજી મળી શકશે. જેથી શાકભાજી લેવા નાગરિકોએ ભીડ કરવી નહી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને શાકભાજી ખરીદવા અપીલ કરું છું.


લોકડાઉનનો એકદમ કડક અમલ કરાવવા પેરામીલિટ્રી ફોર્સ તૈનાત કરાશે. ક્લસ્ટર અને સંવેદનશીલ એરિયા જેમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે તેવા એરિયામાં લોકડાઉનનો વધુ કડક અમલ કરાવશે.


રાજ્ય સરકારે કોરોના વાયરસના કેસોને રોકવા માટે અમદાવાદ માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં આજે મધ્યરાત્રીથી 15 મે સુધી કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં માત્ર દૂધ અને શાકભાજી સિવાય કોઈ વસ્તુ મળશે નહીં. તો આ સમાચાર મળવાની સાથે અમદાવાદમાં ખરીદી કરવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે. 


દુકાનો પર ભીડ, રસ્તાઓ પર લાગી લાઇનો
અમદાવાદના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે મહત્વનો નિર્ણય કરતા શહેરમાં આજે મધ્યરાત્રીથી 15 મે સુધી દૂધ અને મેડિકલ સિવાય તમામ વસ્તુઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ માહિતી મળતા અમદાવાદના લોકો સીધા ખરીદી કરવા પહોંચી ગયો હતો. ત્યારબાદ ચિંતાજનક તસ્વીરો સામે આવી રહી છે. લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યાં નથી. કરિયાણા અને શાકભાજી લેવા માટે લોકોની લાઇનો જોવા મળી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં આવા દ્રશ્યો સામે આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube