સમગ્ર ચાંદખેડામાં વસુલી દાદા તરીકે ઓળખાતા એક ટપોરીએ એવો કાંડ કરી નાખ્યો કે પોલીસ દોડતી થઇ...
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતો ટપોરી અને વસૂલી દાદા તરીકે ઓળખાતા આરોપીએ બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને જૂની માથાકુટનું મનદુખ રાખીને અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ શરીરને ભાગે છરીના ઘા માર્યા હતા. હાલ તો આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટપોરી વસૂલી દાદા અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતો ટપોરી અને વસૂલી દાદા તરીકે ઓળખાતા આરોપીએ બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને જૂની માથાકુટનું મનદુખ રાખીને અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ શરીરને ભાગે છરીના ઘા માર્યા હતા. હાલ તો આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટપોરી વસૂલી દાદા અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા ટપોરીનું નામ સંજય પરમાર છે પરંતુ ચાંદખેડા વિસ્તારમાં વસૂલી દાદા તારીખે પોતાની ધાક ઊભી કરી આતંક મચાવી રહ્યો હતો. આરોપી વસૂલી દાદા અને તેના સાગરીતોએ ચાંદખેડા વિસ્તારમાં બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરનું ગાડીમાં બેસાડી અપહરણ કરી પેટના ભાગે અને હાથના ભાગે છરીના ઘા મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જોકે ફરિયાદીએ બૂમો પાડતા આરોપીઓ ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસે થતાં પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે.
યુક્રેનથી વતન વાપસી, ગાડીમાંથી ઉતરીને વિદ્યાર્થીઓ માતાપિતાને ભેટી રડી પડ્યા
પોલીસે મુખ્ય આરોપી વસૂલી દાદા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં કંઈક અલગ હકીકતો સામે આવી છે. ત્રણ મહિના પહેલા બ્રેડ પકોડાની લારીના માલિકના ભાઈ વિજય ઠાકોર સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટની અદાવત રાખીને કામ કરતા કારીગરનું અપહરણ કરી છરીના ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપી વસૂલી દાદાના ગુનાહિત ઈતિહાસની જ વાત કરીએ તો આરોપી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી, અપહરણ જેવા અનેક ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. જો કે હાલ તો ચાંદખેડા પોલીસે સમગ્ર ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓના ગુનાહિત ઈતિહાસ નીકળવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીની ગેંગના અન્ય કેટલા સાગરીતો છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube