CAAના વિરોધમાં અમદાવાદમાં સ્થિતી તંગ: પોલીસની પ્રશંસનીય કામગીરી, સ્થિતી પર કાબુમાં
સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી છે. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી.
અમદાવાદ : સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી છે. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી.
ભાવનગરમાં લૂંટ વિથ મર્ડર? પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો પડકાર
શાહઆલમમાં મોટા પ્રમાણમાં ટોળા થઇ જતા પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. છુટાછવાયો પથ્થરમારાની પણ ઘટનાઓ બની હતી. અનેક રૂટ પર જતી એએમટીએસ સહિતની બસોને બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ આગચેતીનાં ભાગરૂપે પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં સ્થિતી અંદાજ કરતા વધારે વણસી છે. જેથી પોલીસને મોટા પ્રમાણમાં ખડકલો કરી દેવામાં આવ્યો છે.
- 25 થી વધારે પોલીસ જવાનો ઘાયલ થયા છે.
- શાંત પ્રદર્શનનાં નામે આખરે હિંસા પરત ઉતરી આવ્યું ટોળું
- CAA બિલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
- ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો
- ટીયરગેસનાં શેલ છોડવામાં આવ્યા
- સમગ્ર શાહઆલમ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી
- અમદાવાદની શાંતિ ડહોળવાનો ફરી એકવાર પ્રયાસ કરાયો
- અનેક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે
- પોલીસ પર પથ્થરમારો થતા પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો
- ફરી એકવાર પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.
- શાહ આલમમાં ટીયરગેસનાં 10 શેલ છોડવામાં આવ્યા હતા.
- અમદાવાદમાં પોલીસ પર ફરી એકવાર પથ્થરમારો
- નેહરૂનગરમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે
- પોલીસ દ્વારા શાહઆલમ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે
- જેસીપી કક્ષાનાં અધિકારીઓ પણ ઘટના સ્થળ પર હાજર
- અનેક મીડિયા કર્મચારીઓ પર પણ પથ્થરમારો થયો
- Zee 24 Kalak દ્વારા સતત શાંતિની અપીલ
- બેકાબુ ટોળાને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી
- ક્રાઇમબ્રાંચ, એસઓજી સહિતનાં સ્ટાફનો ખડકલો
- શાહઆલમથી ચંડોળા સુધીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો
- ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો કાફલો ખડકી દેવાયો
- અટકચાળા તત્વો, તોફાની તત્વો દ્વારા છમકલાનો પ્રયાસ
- પોલીસ દ્વારા તમામને ઝડપી લેવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે
- સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે
- વજ્ર વેહીકલનો કરવામાં આવી રહ્યો પ્રયોગ
- પોલીસની પ્રાથમિકતા સ્થિતી સામાન્ય કરવા પ્રયાસ
- સ્થિતી પર સંપર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો
- પોલીસ દ્વારા હાલ કોઇ પ્રકારની અટકાયત કે ધરપકડને ટાળ્યું
- સમગ્ર આંદોલનને કડક હાથે દાબી દેવાનો પ્રયાસ કરાયો
- સમગ્ર વિસ્તારનાં એએમટીએસ અને બીઆરટીએસને ડાયવર્ટ કરાયો
- રખીયાલથી સારંગપુર સુધીનો વિસ્તાર ડાયવર્ટ કરાયો
બનાસકાંઠામાં CAA-NRCનો મોટાપાયે વિરોધ, ટોળા વચ્ચેથી માંડ નીકળી પોલીસની ગાડીઓ
અમદાવાદમાં AMTS બસ પર પત્થરમારો કર્યા
બપોર બાદ અમદાવાદમાં CAA અને NRC વિરોધનું આંદોલન વેગ પકડી રહ્યું છે. CAA અને NRCને લઈ શહેરમાં છૂટો છવાયો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે લકી રેસ્ટોરન્ટ પાસે AMTS બસ પર પત્થરમારો કરાયો હતો. જેમાં બસના કાચ તોડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. હાલ અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. જોકે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
એક જ પથારીમાં સૂતા ભાઈ-બહેન વચ્ચે સંબંધ બંધાયો, અને પછી એક રાતે...
એનએસયુઆઈ દ્વારા વિરોધ
CAA બિલને લઈને લાલદરવાજા ખાતે આવેલી સીટી કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. અમદાવાદની સિટી કોલેજ ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ દ્વારા સીટી કોલેજ ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
બંધનું એલાન : અમદાવાદ-બનાસકાંઠામાં CAA આંદોલન હિંસક બન્યું, દિલ્હી-આસામ જેવા દ્રશ્યો સર્જાયા
સરદારબાગ વિસ્તારમાં પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં CAA સામે બંધ મામલે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું હતું. બપોરના સમયે ચાલી રહેલા આંદોલનમાં મોટો વિરોધ સામે આવ્યો હતો. આંદોલનકારીઓએ રસ્તો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસને આંદોલનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ કરવુ પડ્યું હતું. તેમજ બળપ્રયોગ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે લાઠીનો પ્રયોગ કર્યો હતો. ત્યારે હિંસક આંદોલનને રોકવા માટે પોલીસે પૂરતા પ્રયાસો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube