ભાવનગરમાં લૂંટ વિથ મર્ડર? પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો પડકાર

શહેરના કણબીવાડ વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક વૃદ્ધની લુટ ના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. વહેલી સવારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા એસ.પી/ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હત્યા છે કે લૂંટનાં ઇરાદે હત્યા તે પણ એક મોટો કોયડો છે. કારણ કે લૂંટારુઓ આટલી ક્રૂરતાથી હત્યા કરે નહી. 
ભાવનગરમાં લૂંટ વિથ મર્ડર? પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો પડકાર

ભાવનગર : શહેરના કણબીવાડ વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક વૃદ્ધની લુટ ના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. વહેલી સવારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા એસ.પી/ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હત્યા છે કે લૂંટનાં ઇરાદે હત્યા તે પણ એક મોટો કોયડો છે. કારણ કે લૂંટારુઓ આટલી ક્રૂરતાથી હત્યા કરે નહી. 

ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં ધજાગરા વાળી શેરીના એક ઘરમાં એકલા રહેતા દિલીપભાઈ રવજીભાઈ પટેલ નામના વૃદ્ધ ની હાથ-પગ તેમજ મોઢાના ભાગે બાંધી દઈ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી ને હત્યા કરેલી લાશ મળી આવી હતી. સાથે સાથે ઘરમાં રહેલા કબાટ ખુલ્લા અને વસ્તુ વેરવિખેર હાલતમાં મળી આવતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. લુટ વિથ મર્ડર ની ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લાશને ઉલટ-સુલટ કરી બનાવ ની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જયારે આ બનાવમાં પોલીસે હાલ લુટ વિથ મર્ડરની આશંકા સાથે હત્યાનો ભેદ ઉકેલવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં એલસીબી-એસઓજી ની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે અને ગણતરીની કલાકોમાં આ બનાવનો ભેદ ઉકેલાય જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચોરીનાં સતત વધી રહેલા કિસ્સાઓ વચ્ચે પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ ગુનાને ઉકેલવો પોલીસ માટે પડકાર સાબિત થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news