Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીનો પાર 10 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે ડીસામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે વડોદરામાં પણ 14.8 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે, તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે, હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતુ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરી મહિનાની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 


ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા ગેરકાયેદસર પ્રવાસીઓમાં મોટાભાગના મહેસાણાના


ડિસેમ્બરના આ દિવસોમાં પણ આગાહી
અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. 


આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. 


મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ


વરસાદની સાથે ઠંડી પણ આવશે
અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.