Gujarat Weather Forecast : હવામાન વિભાગે આવનાર 5 દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારે ગણાવ્યા છે. આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ એકદમ શાંત રહેશે.. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. ભારે પવનના કારણે આવનાર 5 દિવસ માટે ફિશરમેનને પણ દરિયો ના ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે. દરિયાઈ સીમા સાથે જમીની સીમા પર પણ ભારે પવન રહેશે. હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો.અભિમન્યુ ચૌહાણે વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુસાર, આગામી 5 દિવસમાં 24 કલાક દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની આગાહી હાલ નથી. પરંતું 24 કલાક બાદ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં છુટોછવાયા વરસાદની આગાહી છે. આ દિવસોમાં 5 દિવસ ફિશરમેન વોર્નિંગ અપાઈ છે. દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને વોર્નિંગ અપાઈ છે. દરિયાઈ સીમા સાથે જમીની સીમા પર ભારે પવન રહેશે. 


Breaking News : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને શિફ્ટ કરાયા


તેમણે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતું મોન્સૂન સિસ્ટમના કારણે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે. 



અંબાલાલ પટેલની આગાહી મુજબ, હમણાં તારીખ 28થી ઓગષ્ટની શરૂઆત સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ સુધી વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટમાં બંગાળમાં ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. જેના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સિસ્ટમનો માર્ગ મધ્યપ્રદેશના ભાગો તરફ જઈ શકે છે. 8 થી 9 ઓગસ્ટ સુધીમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગો અને ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે અને મોટા ફોરાનો ભારે વરસાદની શક્યતા છે.