Breaking News : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કરાયા

Fire In Rajasthan Hospital : અમદાવાદની રાજસ્થાન હૉસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી..દર્દીઓને તાત્કાલિક બીજે શિફ્ટ કરવામાં આવ્યા...આગ બુઝાવવાની કામગીરી ચાલુ....

Breaking News : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કરાયા

Ahmedabad News : અમદાવાદની રાજસ્થાન હૉસ્પિટલના બેઝમેન્ટ વહેલી સવારે અચાનક આગ લાગી નીકળી હતી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા સામાનમાં આગી લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. પરંતું આગ લાગવાના કારણે બેઝમેન્ટમાં ધુમાડો વધ્યો હતો. જોકે, રાહતના સમાચાર એ છે કે, વહેલી સવારે લાગેલી આ આગમાં હૉસ્પિટલના દર્દીઓ પર કોઈ અસર થઈ ન હતી. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. હૉસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બીજે શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ICU અને દિવ્યાંગ હોય તેમને માત્ર હોસ્પિટલમાં સેફ જગ્યાએ રાખવામા આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. 

આગ કેવી રીતે લાગી
વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. બેઝમેન્ટ-2માં આગ લાગી હતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, બેઝમેન્ટ-1 સુધી આગ ફેલાઈ હતી. આગનો કોલ મળતા જ ફાયર વિભાગ દોડતુ થયું હતું. બેઝમેન્ટ-2માં ફર્નિચરનો સામાન પડ્યો હતો, ફોર્મ પડ્યુ હતું, જેને કારણે આગ પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, પરંતુ ત્યા જવામાં મુશ્કેલી પડી રહી છે. કારણ કે ધુમાડો જ મોટી માત્રામાં ફેલાયેલો છે. પરંતુ બેઝમેન્ટ-1 સુધી ધુમાડો ફેલાઈ ગયો છે. ધુમાડો એટલો વિકરાળ હતો કે, ફાયર વિભાગના જવાનોને પણ માસ્ક પહેરીને કામગીરી કરવી પડી રહી છે. આગ લાગ્યાના ચાર કલાક બાદ પણ તેઓ બેઝમેન્ટમાં જઈ શક્તા નથી એવી સ્થિતિ છે. 

હોસ્પિટલના દર્દીઓ શિફ્ટ કરાયા 
હોસ્પિટલના સીઈઓએ જણાવ્યું કે, અમને આગ લાગ્યાની ખબર પડતા જ અમે ફોયર વિભાગને કોલ કર્યો. તેઓ હજી કામ કરી રહ્યા છે. અમને દર્દી શિફ્ટ કરવાની જાણ કરાઈ હતી. મોટાભાગના ક્રિટીકલ પેશન્ટ શિફ્ટ થઈ ચૂક્યા છે. અમે હોસ્પિટલ ખાલી કરી રહ્યાં છે. હાલ 80 ટકા દર્દી શિફ્ટ થઈ ગયા છે. હજી 15-20 દર્દી શિફ્ટ કરવાના બાકી છે. હાલ અમારો પૂરતો સ્ટાફ શિફ્ટીંગના કાર્યવાહીમાં લાગ્યો છે. આનંદ સર્જિકલમાં અમારા દર્દીઓને મોકલી આપ્યા છે. દર્દીઓને ઇમર્જન્સી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. 

હાલ આગને પગલે ફાયર બ્રિગેડની 22 ગાડી ઘટના સ્થળે હાજર છે. આગ બુજાવવાની કામગીરી ચાલુ છે. બંને બેઝમેન્ટમાં ધુમાડો વધુ હોવાથી આગ બુઝવવાની કામગીરીમાં અડચણ આવી રહી છે. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હતો તેમા આગ લાગવાની પ્રાથમિક માહિતી છે. તેમજ બેઝમેન્ટમાં 50 જેટલા વાહનો પણ છે. તેથી ધુમાડો દૂર કરવા સમોક વેન્ટીલેશન મશીનની મદદ લેવાઈ રહી છે. તેમજ કર્મચારી અંદર ન જઈ શકતા અને રોબોની પણ મદદ લેવાઈ છે. ઓક્સિજન સાધન સાથે કર્મચારીઓ કામે લાગ્યા છે. ઘટના દર્દીઓને હાલ કોઈ અસર નહિ તેવી અધિકારીઓએ જણાવ્યું. જોકે સતર્કતાના ભાગ રૂપે જરૂર જણાય તેમ દર્દીને મુવ કરવા સૂચન કરાયું છે. 

રાત્રે 4 થી 5 વચ્ચે કામગીરી દરમિયાન આગ લાગી હોવાની ચર્ચા છે. લોકોએ જણાવ્યું કે, આગ લાગી ત્યારે અવાજ આવ્યો અને બાદમાં ધુમાડો થયો અને આગની ખબર પડી. દર્દીઓને હાલાકી ન પડે માટે શિફ્ટ કરાયા હતા. બે માળના બેઝમેન્ટમાં નીચેના બેઝમેન્ટ માં આગ લાગી. ધુમાડો દૂર કરવા ચક્રવાત અને બ્લોવર મશીનની મદદ લેવાઈ રહી છે. આ ઘટનામાં એક શ્વાનનું બેઝમેન્ટમાંથી રેસ્ક્યુ કરાયું છે. તો 20 થી વધુ એમ્બ્યુલન્સની મદદ લઇ દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. 
 

આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે આ ઘટના વિશે જણાવ્યું કે, તંત્રને આગ વિશે જાણ થતા હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગ તાત્કાલિ પહોંચ્યુ છે. દર્દીઓની સલામતી પહેલી મહત્વની છે. દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી અને આગ બૂઝવવવાની કામગીરી ચાલી રહી છે. દર્દીઓને તરત સારવાર મળે તે ધ્યાન રાખવામાં આવશે. કાર્યવાહી, તપાસ અને અંતે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news