Gujarat Weather Forecast : લાંબા વિરામ બાદ મેઘરાજાએ રોદ્ર રૂપ સાથે રિ-એન્ટ્રી કરી લીધી છે. જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગેમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાને તો જાણે મેઘરાજાએ ધમરોળી નાંખ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં હજી વરસાદી રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી  છે. આજે મંગળવારે કચ્છ, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ વરસ્યો --


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેઘરાજા હજુ થોભવાના નથી. હજી બે દિવસ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે. જો કે 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. આજથી ત્રણ દિવસ ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી...


આજની સવાર નર્મદા કાંઠાના લોકો માટે રાહતના સમાચાર લાવી : નદીની જળ સપાટી ઘટી


19 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. 


20 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 


પથ્થરમારો કરનારાઓ વિશે બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું


21 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઠેર-ઠેર તોફાની બેટિંગ કરી છે. ત્યારે આજે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 


સિંગતેલના ભાવ દિવાળી બગાડશે, રાજકોટમાં આજે ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના મહેસાણા સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના 129 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો.


સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 12 ઈંચ વરસાદ
મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ વરસાદ વરસ્યો
બેચરાજી અને ભાભરમાં 6.8 ઈંચ, મહેસાણામાં 6.5 ઈંચ
વંથલીમાં 6 ઈંચ, દિયોદર અને ડીસામાં 4.5 ઈંચ વરસાદ
જૂનાગઢ, બગસરા અને વીસનગરમાં 4.2 ઈંચ વરસાદ
રાપર, વીજાપુર, થરાદ અને વડગામમાં 4 ઈંચ વરસાદ
ઈડર, ધ્રાંગધ્રા અને સતલાસણામાં 3.6 ઈંચ વરસાદ
કોડિનાર, માળિયા હાટીના, ચાણસ્મામાં 3.5 ઈંચ વરસાદ
દાંતીવાડામાં 3.4 ઈંચ, ખેરાલુ, દાંતા, અને હળવદમાં 3.2 ઈંચ
સમી, પલસાણા, સોજીત્રા અને હારીજમાં 3.2 ઈંચ વરસાદ
તાલાલા, વડનગર અને પોશીનામાં 3 ઈંચ વરસાદ વરસ્યો
ભેસાણ, ચીખલી, જોટાણા અને અમીરગઢમાં 2.6 ઈંચ
સાંતલપુર, ધાનેરા અને વડાલીમાં 2.6 ઈંચ વરસાદ
ઉંઝામાં 2.4 ઈંચ, વલસાડ અને કાંકરેજમાં 2.3 ઈંચ વરસાદ
નડિયાદ, પાલનપુર, શંખેશ્વર અને ખેડબ્રહ્મામાં 2.2 ઈંચ વરસાદ
લખતર, મેઘરજ, માણસા અને માંગરોળમાં 2.1 ઈંચ વરસાદ
કાલાવડ, ટંકારા, રાણાવાવ, ડોલવણ અને કડીમાં 2.1 ઈંચ
પોરબંદર, લાખણી, ઉના અને ધારીમાં 2-2 ઈંચ વરસાદ
પાટણ, ભુજ, નવસારી અને ચોટીલામાં 2 ઈંચ વરસાદ વરસ્યો
જલાલપોર, વિજયનગર, ગીર ગઢડામાં 1.8 ઈંચ વરસાદ
મોડાસા, ઉમરપાડા અને સુઈગામમાં 1.7 ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં 1.6 ઈંચ, ખેરગામ અને સાગબારામાં 1.5 ઈંચ
વાવ, કુતિયાણા, વાંકાનેર અને અમરેલીમાં 1.5 ઈંચ વરસાદ
આણંદ, પ્રાંતિજ, તલોદ અને માણાવદરમાં 1.4 ઈંચ વરસાદ
ઓલપાડ, મુળી, માતર, બારડોલી અને વાપીમાં 1.3 ઈંચ વરસાદ


ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહી અને તારાજીના દ્રશ્યો