ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...
ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએક્શન સામે આવ્યું છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએક્શન સામે આવ્યું છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે.
આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ
સાબરકાંઠામાં વાઘનો જે વીડિયો સામે આવ્યો છે, તે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. મેસેજમાં એવુ પણ કહેવાયુ છે કે, આ વાઘ નહિ, પણ વાઘણ છે. વાઘણની સાથે એક બચ્ચુ પણ જોવા મળ્યું છે. લોકો એવુ પણ કહી રહ્યા છે કે, પંચમહાલમાં જે વાઘ દેખાયો હતો તેની માદા છૂટી પડીને સાબરકાંઠામાં આવી પહોંચી છે. જોકે, આ વાતને કેટલું તથ્ય છે તો રામજાણે. પરંતુ વનવિભાગ વીડિયો સાચો હોવાની પુષ્ટિ નથી કરી રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર