તૃષાર પટેલ/લુણાવાડા: લુણાવાડાના કોઠાગામની સિમમાં વાઘે ગાયના ટોળા પર હુમલો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગામ લોકો દ્વારા બૂમા બૂમ કરીને ગાયોને છોડાવામાં આવી હતી. વાઘે હુમલો કરવાની ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન વિભાગને ગઢ ગામથી નજીક આવેલ કોઠા ગામે પશુ મારણનો બનાવ બન્યો હતો. ત્યારે આ પશુનું મારણ વાઘે કર્યું હોવાનું પશુમાલિક દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. વન વિભાગે પશુનું પોસ્ટમોટમ કરવા માટે મૃતદેહ મોકલી આપ્યો છે. વન વિભાગને મળેલ નાઈટ વિઝન કેમેરાના લાઈવ ફૂટેજ સ્થળે થી 40 કિલોમીટર દૂર કોઠા ગામ આવેલું છે


કરણી સેનાએ ભાજપ સામે ચડાવી બાયો, ચૂંટણીમાં થઇ શકે છે નુકશાન


મહત્વનું છે, કે પશુ મારણ અંગે વન વિભાગ દ્વારા કોઇ પણ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. ત્યારે લુણાવાડામાં વાઘ મળવાને કારણે મધ્યપ્રદેશની વન વિભાની ટીમ પણ ત્રણ દિવસ માટે ગુજરાતમાં તાપસ માટે આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી મળી આવેલો વાઘ મધ્યપ્રદેશમાંથી નીકળીને આવ્યા છે. મળતી માહિતી મુજબ વાઘને પરત મધ્યપ્રદેશ લઇ જવામાં આવી શકે છે.


મહત્ગુવનું છે,કે જરાત વન્યજીવન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિના ઉંબરે આવીને ઉભી છે. રાજ્યના મહીસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. આ પુષ્ટિ થતા જ ગુજરાત રાજ્ય સિંહ, દીપડા અને વાઘની વસ્તી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આમ, ત્રણ હિંસક પ્રાણીઓની હાજર ધરાવતું ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે. 


સિંહો એ ગુજરાતનું ગૌરવ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દીપડાના હુમલા પણ વધી જતા દીપડાની વસ્તી વિશે માહિતી સામે આવી હતી. ત્યારે સિંહો અને દીપડાની વસ્તી ધરાવતા ગુજરાતમાં જ્યારથી વાઘ દેખાયાના સમાચાર વહેતા થયાં છે ત્યારથી વન્ય જીવપ્રેમીઓ ગેલમાં આવી ગયા છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં વનવિભાગના કર્મચારીઓ એક ચોક્કસ મિશન પર છે. મિશન છે મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘની હાજરીને તથ્ય ધરાવતા પુરાવાઓ સાથે સાબિત કરવાનું. આખરે આજે તેમને સફળતા મળી હતી. વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં વાઘ દેખાઈ આવ્યો હતો. ત્યારે આ દાવો સાચો સાબિત થતા જ સિંહ, દીપડા અને વાઘ ત્રણેય વિહરતા હોય તેવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે.