અમદાવાદઃ ગુજરાતના નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. હવે ગુજરાતનાં નાગરિકો અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રોની મુસાફરી કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ કરાવશે. મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી અને અમદાવાદને જોડશે. અમદાવાદના એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રા 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે. જેનું ભાડું 35 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રોનું ટાઈમટેબલ આવી ગયું
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. મોટેસા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સેક્શન 1 મેટ્રો સ્ટેશન અને સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ સુધીનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. તો જીએનએલયુથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી જીએનેલયુ માટેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેન સેવા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.




આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેવા કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે. મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે.


મેટ્રો રેલ વિસ્તરણ
આ મેટ્રો રેલ વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો પર કનેક્ટિવિટી મળશે અને તેનાથી બહોળી સંખ્યામાં રોજિંદી મુસાફરી કરતા લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે.


રૂટ અને અંતર
મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.


પ્રોજેક્ટ ખર્ચ
મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5,384 કરોડ છે. આ નાણાકીય જાેગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


મુસાફરીના સમયમાં ઘટાડો
આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ? 35ના ખર્ચે પહોંચી શકે છે.