સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે, જ્યાં ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં વેલ્ડિંગનું કામકાજ કરતા બે પર પ્રાંતીય કારીગર તેમના સાથીદારની ઉંઘમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયા હતા. જ્યાં ટીંટોઈ પોલીસ ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાતના MP! નામાંકનની સાથે જ કયા 4 નેતાની જીત થઈ પાકી?


અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 નજીક સુનોખ ગામ પાસે આવેલ મુરલીધર હોટલ બાજુમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો. વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા બિહાર ઉચૌલા રોહતાસના અરુણકુમારસિંહ કામદેવસિંહ નામનો યુવક પલંગમાં ઉંઘી રહ્યો હતો. ત્યારે તેની સાથે કામ કરતા પર પ્રાંતીય કિશન યાઘ્ય અને અશોક યાધ્વ નામના યુવકે અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા પર પ્રાંતીય યુવકની હત્યા તેના સાથીદારો કરી ફરાર થઇ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.  


રાજકોટમાં ભાવુક દ્રશ્યો સર્જાયા! સરફરાઝ ખાનને ભારતની જર્સીમાં જોઈ પિતાની આંખો ભરાઈ


હત્યાની ઘટનાની જાણ ટીંટોઈ પોલીસને કરતા ટીંટોઈ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને જે આરોપી ફરાર થયા હતા. તેમને ગણતરીના કલાકોમાં કલોલ પાસેથી પોલીસે ઝડપ્યા હતા અને આરોપી કિશન યાદવ અને અશોક યાદવ નામના બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા હતા. 


ગોઝારો ગુરૂવાર! પાટણમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત