ફાટેલી જિન્સના વિવાદ પર ગુજરાતી યુવતીઓ બોલી, અમારા સંસ્કારો ન જુઓ, યુવકો પણ પહેરે જ છે
- ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ પર નિવેદન આપી તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા
- ગુજરાતમાં તીરથસિંહના આ નિવેદનનો યુવતીઓએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, અમે કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્રતા ધરાવીએ છીએ
રવિ અગ્રવાલ/વડોદરા :ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે ફાટેલા જિન્સ અંગે નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. તીરથસિંહ (tirath singh rawat) ના નિવેદન પર સોશિયલ મીડિયા ભારે રોષ (ripped jeans controversy) ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની યુવતીઓમાં પણ ફાટેલા જિન્સના નિવેદન સામે રોષ જોવા મળ્યો છે. યુવતીઓએ કહ્યું કે, આવા નિવેદનથી નેતાઓની માનસિકતા છતી થાય છે. યુવતીઓ જ નહીં પણ યુવકો પણ ફાટેલી જીન્સ પહેરે છે. કોઈના કપડાં પરથી સંસ્કારનું અનુમાન ન લગાવી શકાય. મહિલાઓ પ્રત્યેની વિચારધારા બદલવાની જરૂરી છે. આજના આધુનિક યુગમાં મહિલાઓ કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્ર છે.
મહત્વનું છે કે, ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ (jeans ripped) પર નિવેદન આપી તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા છે. જેથી આ નિવેદન સામે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તીરથસિંહના આ નિવેદનનો યુવતીઓએ વિરોધ કર્યો છે. ગુજરાતની યુવતીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્રતા ધરાવે છે. ગુજરાતની મહિલાઓ કહી રહી છે કે, ફાટેલી જિન્સ પહેરી તો શું થયું.
આ પણ વાંચો : તરસ્યા નહિ રહે ગીરના પ્રાણીઓ, પાણીની કુંડીઓ ભરવાનું વન વિભાગે શરૂ કર્યું
ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે મહિલાઓની ફાટેલી જિન્સ (Ripped Jeans Twitter) પર એક નિવેદન આપ્યું હતું, જેના બાદ સમગ્ર દેશભરમાં ચર્ચા થઈ હતી. લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ તેમના આ નિવેદનને વખોડ્યું હતું. ત્યારે શુક્રવારે તેઓને પોતાના નિવેદન પર માફી માંગવી પડી હતી. તેમણે કહ્યું કે, આ નિવેદન સંસ્કારોને લઈને હતું. જો કોઈને ફાટેલી જિન્સ પહેરવી છે, તો તે પહેરે. તેમના નિવેદનથી કોઈની લાગણી દુભાવી હોય તો તેઓ માફી માંગે છે.
તીરથસિંહ રાવતે મંગળવારે દહેરાદૂનમાં એક વર્કશોપમાં મહિલાઓને રિપ્ડ જિન્સ પહેરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજકાલ મહિલાઓ ફાટેલી જિન્સ પહેરે છે. તેમના ઘૂંટણો દેખાય છે. આ કેવા સંસ્કાર છે. આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યાં છે. તેનાથી બાળકો શું શીખી રહ્યાં છે અને મહિલાઓ આખરે સમાજને શું સંદેશ આપવા માંગે છે. ફાટેલી જિન્સ આપણા સમાજના તૂટવાનો માર્ગ નક્કી કરી રહી છે. તેનાથી આપણે બાળકોને ખોટું ઉદાહરણ આપી રહ્યાં છીએ, જે તેઓને નશીલા પદાર્થોના સેવન તરફ લઈ જાય છે.
આ પણ વાંચો : સોમનાથથી દીવની આજથી ટુરીસ્ટ બસનો પ્રારંભ, જાણો કેટલામાં રૂપિયા છે ટિકિટ