પોરબંદરની યુવતી રિવોલ્વર લઇને નિકળી, પોલીસે કહ્યું બઉ ગરમી છે આવ તારી ગરમી કાઢુ અને...
જિલ્લાની યુવતીનો રીવોલ્વર સાથેનો વિડીયો છેલ્લા બે ત્રણ દિવસથી સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસ દ્રારા આ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. વિડીયોમા દેખાતી યુવતી તેમજ સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયોમા જોવામા આવતા હથીયાર બંન્ને બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે,રીવોલ્વર સાથે વાયરલ વિડીયોમા જોવામા આવતી યુવતી પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતી અંજલી ચાવડા હોવાનું બહાર આવ્યું હતું.
પોરબંદર : જિલ્લાની યુવતીનો રીવોલ્વર સાથેનો વિડીયો છેલ્લા બે ત્રણ દિવસથી સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસ દ્રારા આ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. વિડીયોમા દેખાતી યુવતી તેમજ સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયોમા જોવામા આવતા હથીયાર બંન્ને બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે,રીવોલ્વર સાથે વાયરલ વિડીયોમા જોવામા આવતી યુવતી પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતી અંજલી ચાવડા હોવાનું બહાર આવ્યું હતું.
આરોગ્ય વિભાગની અમાસના ચાંદ જેવી સ્થિતિ, આજે જે પકડાયું તે જોતા ઘરે ઘરે હશે કેન્સરના ખાટલા
પોલીસ દ્વારા આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પુછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, આ યુવતીએ પોતે જ આજથી નવેક મહિના પહેલા આ વિડીયો બનાવીને સોશ્યલ મિડીયામાં ફોલોવર્સ વધારવા માટે આ વિડીયો ઇન્સ્ટાગ્રામમા પોસ્ટ કર્યો હતો. વિડીયોમા યુવતિની પાસે જે રીવોલ્વર જોવા મળી રહી છે તે પોતાના સબંધી પ્રફુલ મકવાણાએ વિડીયો બનાવવા માટે આપી હતી. હકીકત જણાવતા પોલીસ દ્વારા આ બન્ને વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
GUJARAT CORONA UPDATE: નવા 7 કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આજનો યુવા ફેમ પ્રાપ્ત કરવા માટે એવી વિચિત્ર હરકતો કરે છે કે જેના કારણે ઘણીવાર તેના વાલીને ચિંતાજનક સ્થિતિમાં મુકાવું પડે છે. વૈત્રાનિક કે સારા ડોક્ટર, કોઇ સારા અધિકારી કે સમાજ માટે કંઇક સારુ કરીને નામના મેળવવાના બદલે સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા માટે યુવાનો આવા નાટક કરતા હોય છે. થોડા હજાર ફોલોઅર્સ થયા બાદ આ લોકો પોતાની જાતને ઇન્ફ્લુએન્સર ગણાવતા હોય છે. આવા ઇન્ફ્લુએન્સર વધી જવાના કારણે યુવાનો પણ આવા જ યુવાનોથી ઇન્ફ્લુએન્સ થઇને આવા વિવાદિત અનેક યુવાનોએ વીડિયો બન્યા છે. આવા વીડિયો બનાવીને તેઓ કાંઇ પ્રાપ્ત નથી કરી શક્યા ઉપર જતા જેલની હવા ખાધી તે અલગ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube