ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ફરીવાર લોકો કૂદકેને ભૂસકે સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179  કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,66,881 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપકડ


રાજ્યમાં કોરોનાના 655 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 655 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 



અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ ખુબ જ ભારે!


રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21, સાબરકાંઠા 8, વડોદરા 5, ભાવનગર 4,   ભરૂચ 1, ગાંધીનગર જિલ્લામાં 4, સુરેન્દ્રનગર 3, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે. રાજકોટ, મહેસાણા, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.