હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. જયંતિ રવિના અનુસાર આજનાં દિવસમાં કુલ 226 કેસ નવા પોઝિટિવ આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ 3774 લોકો પોઝિટિવ થયા છે. આ ઉપરાંત આજે કુલ 40 લોકો રિકવર થઇ ચુક્યા છે. આ સાથે રાજ્યમાં કુલ 434 લોકો રિકવર થયા છે. આ ઉપરાંત આજના દિવસમાં કુલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે. જેની સાથે કુલ 181 લોકોનાં ગુજરાતમાં અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના આ ગામે પુરૂ પાડ્યું ઉદાહરણ, કોરોના વિરૂદ્ધ લડાઇ માટે બનાવ્યો અનોખો પ્લાન


આ અંગે વિસ્તારથી માહિતી આપતા ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 226 નવા કેસ આવ્યા છે. જો કે સામે 40 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. જો કે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદનો આંકડો આજે પણ ખુબ જ મોટો રહ્યો હતો. અમદાવાદમાં કુલ 164 નવા કેસ નોંધાયા આ ઉપરાંત આણંદમાંથી 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, સુરતમાં 14 વડોદરામાં 15 આ રીતે કુલ 226 નવા કેસ નોંધાયા છે.
Coronavirus: પ્લાઝમાં થૈરપી અંગે કેન્દ્ર અને કેજરીવાલ સરકારના અલગ મંતવ્યો, કેન્દ્રએ કહ્યું જીવ પણ જઇ શકે

આ રીતે અત્યાર સુધી ગુજરાતમાં 3774 કુલ કેસ થયા છે. જેમાં 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે બાકીનાં 3125 લોકો સ્ટેબલ છે. 434 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 181 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 56101 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 3774 લોકો પોઝિટિવ આવ્યા છે ઉપરાંત 52327 લોકો નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 27 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદમાંથી કુલ 29 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું, આણંદમાં 03, ભાવનગરમાં 1, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, કચ્છમાં 1, વડોદરામાં 2 લોકો ડિસ્ચાર્જ થયા છે.
28 દિવસથી 17 જિલ્લાઓમાં કોરોનાનો કોઇ નવો કેસ નહી, રિકવરી રેટ વધીને 23.3% થયો: સ્વાસ્થ્ય મંત્રાલય

રોગની સ્થિતી અંગે વિશ્વની વાત કરીએ તો નવા કેસ 85530 નોંધાયા છે. ભારતમાં 1594 નવા કેસ નોંધાયા છે જે પૈકી ગુજરાતમાં 226 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં કુલ 2878196 કેસ થયા છે ભારતમાં તે 29974 થયા છે અને ગુજરાતમાં કુલ 9774 થયા છે. વિશ્વમાં કુલ 4982 લોકોનાં મોત થયા છે તે પૈકી દેશમાં 51 અને ગુજરાતમાં 18 લોકોના મોત થયા છે.  ક્વોરન્ટાઇનની વિગત આપતા અગ્ર સચિવે જણાવ્યું કે, 38000 લોકો ક્વોરન્ટાઇન છે. જેમાં સરકારી ફેસિલિટીમાં 3181 લોકો છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં 236 લોકો છે આ પ્રકારે કુલ 41417 લોકો ક્વોરન્ટાઇન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube