Coronavirus: પ્લાઝમાં થૈરપી અંગે કેન્દ્ર અને કેજરીવાલ સરકારના અલગ મંતવ્યો, કેન્દ્રએ કહ્યું જીવ પણ જઇ શકે

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય (Health Ministry) દ્વારા મંગળવારે કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત દર્દીઓ માટે સારવાર માટે પ્લાઝમાં થેરપીના (Plasma Therapy) ઉપયોગ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી (Arvind Kejriwal) ઉલ્ટુ મંતવ્ય રજુ કર્યું હતુ. સ્વાસ્થય મંત્રાલયનું કહેવું છે કે, હાલ કોવિડ 19 ની સારવાર માટે પ્લાઝમા થેરપી સહિત કોઇ પણ સ્વિકૃત થેરાપી નથી. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાની સારવાર માટે પ્લાઝમાં થેરૈપી હાલ પ્રમાણિત નથી. ટ્રાયલ ચાલી રહ્યું છે. અગ્રવાલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટે કોઇ પ્રમાણિત થૈરપી નથી.

Updated By: Apr 28, 2020, 07:46 PM IST
Coronavirus: પ્લાઝમાં થૈરપી અંગે કેન્દ્ર અને કેજરીવાલ સરકારના અલગ મંતવ્યો, કેન્દ્રએ કહ્યું જીવ પણ જઇ શકે

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય (Health Ministry) દ્વારા મંગળવારે કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત દર્દીઓ માટે સારવાર માટે પ્લાઝમાં થેરપીના (Plasma Therapy) ઉપયોગ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી (Arvind Kejriwal) ઉલ્ટુ મંતવ્ય રજુ કર્યું હતુ. સ્વાસ્થય મંત્રાલયનું કહેવું છે કે, હાલ કોવિડ 19 ની સારવાર માટે પ્લાઝમા થેરપી સહિત કોઇ પણ સ્વિકૃત થેરાપી નથી. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાની સારવાર માટે પ્લાઝમાં થેરૈપી હાલ પ્રમાણિત નથી. ટ્રાયલ ચાલી રહ્યું છે. અગ્રવાલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટે કોઇ પ્રમાણિત થૈરપી નથી.

28 દિવસથી 17 જિલ્લાઓમાં કોરોનાનો કોઇ નવો કેસ નહી, રિકવરી રેટ વધીને 23.3% થયો: સ્વાસ્થ્ય મંત્રાલય

પ્લાઝમાં થૈરપી કોવિડ 19ની સારવાર માટે હાલ પ્રાયોગીક સ્તર પર છે. એવું કોઇ પ્રમાણ જોવા નથી મળ્યું જે તે જણાવે કે તેના ઉપયોગ કોરોનાની સારવારમાં સૌથી કારગત છે. તેમણે કહ્યું કે, ટ્રાયલ ચાલી રહી છે. આઇસીએમઆરએ કોવિડ 19ઇ સારવારમાં પ્લાઝમા થૈરપીના પ્રભાવનો અભ્યાસ કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર અભ્યાસ ચાલુ કરી દેવાયો છે. એટલા માટે જ્યા સુધી ICMR ની અંતિમ રિસર્ચ સામે નથી આવતુ ત્યાં સુધી તેને પ્રમાણિક સમજવામાં ન આવે. તેમણે કહ્યું કે, જો પ્લાઝમા થૈરપીનો ઉપયોગ ગાઇડલાઇન્સ અનુસાર ન કરવામાં આવે તો તેના કારણે દર્દીનો જીવ પણ જઇ શકે છે. એટલા માટે આ થૈરપીની પ્રભાવિકતા અંગે કોઇ પણ દાવો કરવો યોગ્ય નથી.

વડોદરાના હોટસ્પોટ નાગરવાળા વિસ્તારના વધુ 24 દર્દીઓએ કોરોનાને આપી માત

અત્રે ઉલ્લેખનીય છે કે, કંઇક 4 દિવસ પહેલા જ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યુંહ તું કે, દિલ્હીનાં એલએનજેપી હોસ્પિટલમાં ચાર દર્દીઓ પર પ્લાઝમાં થૈરપીનું ટ્રાયલ થયું છે અને ચારેયનાં પરિણામો ઉત્સાહજનક રહી રહ્યા છે. દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને પ્લાઝમાં થૈરપીને કોરોનાના દર્દીઓ માટે ખુબ જ સફળ પદ્ધતી ગણાવી હતી. 

કોરોના સામે લડત: PM મોદીને મળ્યો પ્રવાસી ભારતીયોનો સાથ, આ સંગઠનોએ કર્યાં ભરપેટ વખાણ

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 29 હજારની પાર થઇ ચુકી છે. આ સંખ્યા અત્યાર સુધી વધીને 29435 થઇ ચુકી છે. ગત્ત 24 કલાકમાં 62 લોકોના મોત આ સંક્રમણના કારણે થયા છે. હાલ દેશણાં 21632 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગત્ત 24 કલાકમાં 1543 નવા કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 23.3 % થઇ ચુક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube