સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાંથી એક પીડિત મહિલાએ 181માં કોલ કરીને જણાવ્યું કે તેમને તેમના પતિ હેરાન કરે છે તેથી મદદની જરૂર છે. ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નના ત્રીસ વર્ષ થયેલા છે તેમના બે પુત્ર છે તેમના પતિ જોબ કરે છે. પરંતુ ઘરની જવાબદારીઓ પૂરી કરતા નથી. તેમ જ ઘરમાં એક પણ રૂપિયો આપતા નથી અને તે પીડિત મહિલાને તેમના પતિ તેમના પોતાના ખર્ચ માટે પણ પૈસા આપતા નથી. તેમજ તેમના પતિએ પ્લોટ રાખેલ હતા તે પણ વેચી માર્યા અને તે પૈસા પણ ઘરમાં બતાવ્યા નહીં અને તેને પણ ખરચી નાખ્યા તેવું બેન જણાવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દશા બેઠી! આ 16 જિલ્લામાં વરસાદ ભૂક્કા કાઢશે! 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં રોજના આવા ઝઘડાઓના કારણે મારે ડિપ્રેશન ની દવા ચાલે છે અને તેમના પતિને પણ મેન્ટલી ઇસ્યૂ હોવાથી તેમની પણ દવાઓ ચાલે છે. તેમના પતિને સામાન્ય બાબતે ઝઘડો થતાં પણ ગુસ્સો આવી જાય છે અને જે હાથમાં આવે એ છૂટું મારી દે છે. આજે પણ જમતા જમતા ઝઘડો થતાં તેમના પતિએ તેમના પર છુટ્ટી થાળી મારી દીધી હતી.


દરરોજ કઠોળ ખાશો તો આ 5 ગંભીર બિમારીઓ ઉભી પૂંછડીયે ભાગશે, જાણો ફાયદા


અભયમ ટીમે પીડિત મહિલા અને તેમના પતિને સમજાવ્યા અને તેમના પતિ હોસ્પિટલ જવાનું ના પાડતા હતા અને દવા લેવાનું ના પાડતા હતા તો તેમને સમજાવ્યું અને દવાખાને જવા કહ્યું હતું. પરંતુ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રહેતો ન હોવાથી સમયસર દવા ગોળી લેવા માટે જણાવ્યું હતું. પીડિત મહિલાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવી આપવા માટે સમજાવેલ અને ત્યારબાદ બંને પતિ પત્નીને સમજાવી અને પીડિત મહિલાને કાયદાકીય તેમજ 181ની માહિતી આપી બંને પતિ પત્નીનું સ્થળ પર સમાધાન કરાવ્યું હતું. અને જરૂર પડે તો ફરીથી પણ 181ની મદદ લઈ શકે તેમ જણાવ્યું હતું.


આ ગંભીર બિમારીઓનો શિકાર બનાવી દે છે Vitamin B12 ની ઉણપ, ખાવાનું શરૂ આ રીચ ફૂડ


આમ, અભયમ ટીમની મહેનતથી આજે એક પરિવાર વિખેરતો બચી ગયો.