ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 383 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 664 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.88 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3197 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3174 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,52,358 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ગાંધીનગર કોર્પોરેશન અને આણંદમાં કોરોનાના કારણે એક એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,996 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 73, રાજકોટ કોર્પોરેશનમાં 35, સુરત કોર્પોરેશનમાં 13, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, કચ્છ 10, મહેસાણા, 10, વલસાડ 10, ભરૂચ 9 સુરત 9, જામનગર કોર્પોરેશનમાં 8, રાજકોટ 8, સાબરકાંઠા 8, આણંદ 7, નવસારી 7, વડોદરા 6, મોરબી 5, અમદાવાદ 4, અમરેલી 3, અરવલ્લી 3, ભાવનગર કોર્પોરેશન 3, ગાંધીનગર 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, જામનગર 2, પંચમહાલ 2, પોરબંદર 2, બોટાદ 1, દાહોદ 1, પાટણ 1 એમ કુલ 383 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,14,084 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 822 ને રસીનો પ્રથમ અને 2158 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 160 ને રસીનો પ્રથમ અને 529 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 21830 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 736 ને રસીનો પ્રથમ અને 2662 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 185127 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,02,96,495 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube