અમદાવાદ: કોંગેસની વર્કિંગ કમિટીની બેઠક 12મી તારીખે યાજાશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે.દેશ ભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. 12મી તારીખે કોંગ્રેસની આ બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં હાજરી આપવા માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ કેશવચંદ યાદવ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે જ સાંસદ કુમારી શૈલજા, આનંદ શર્મા, પ્રિયંકા ચતુર્વિદી,  ડો.સંજીવા રેડ્ડી, સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પહોચ્યા હતા.


ડ્રગ્સના જથ્થા સાથે સુરતથી બે શખ્શની ધરપકડ, મુંબઈથી કરતા હતા સપ્લાય  


કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. ગત ઓક્ટોબર મહિનામાં CWCની બેઠક મહારાષ્ટ્રના વર્ધામાં થઈ હતી.


 



મહત્વનું છે કે, 12 તારીખે અડાલજ ખાતે કોંગ્રેસની જાહેર સભા પહેલા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિત કોંગ્રેસના નેતાઓ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે ત્યારબાદ શાહીબાગ શહીદ સ્મારક ખાતે પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મારક ખાતે યોજાશે બેઠક પૂર્ણ થયા બાદ અડાલજ ખાતે જાહેર સભા સંબોધશે.