ડ્રગ્સના જથ્થા સાથે સુરતથી બે શખ્શની ધરપકડ, મુંબઈથી કરતા હતા સપ્લાય
મુંબઇથી ડ્રગ્સ લાવી સુરતમા વેચાણ અર્થે ફરી રહેલા બે યુવાનોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 1.95 લાખની કિંમતનો 39 ગ્રામ દ્રગ્સ કબ્જે કર્યુ હતુ. સુરત અઠવા પોલીસને બાતમી મળી હતી કે બે યુવાનો બાઇક પર ડ્રગ્સ લઇને ફરી રહ્યા છે જેઓ હાલ બડેખા ચકલા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ બંને યુવાનોને ઝડપી પાડયા હતા.
Trending Photos
ચેતન પટેલ/સુરત: મુંબઇથી ડ્રગ્સ લાવી સુરતમા વેચાણ અર્થે ફરી રહેલા બે યુવાનોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 1.95 લાખની કિંમતનો 39 ગ્રામ દ્રગ્સ કબ્જે કર્યુ હતુ. સુરત અઠવા પોલીસને બાતમી મળી હતી કે બે યુવાનો બાઇક પર ડ્રગ્સ લઇને ફરી રહ્યા છે જેઓ હાલ બડેખા ચકલા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ બંને યુવાનોને ઝડપી પાડયા હતા.
તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 1.95 લાખની કિંમતનો 39 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પુછપરછમા તેઓએ પોતાનુ નામ ઇસાક સૈયદ તથા ઇમ્તિયાઝ મલેક જણાવ્યુ હતુ. તથા આ ડ્રગ્સનો જથ્થો તેઓ મુંબઇમા રહેતો ઇમ્તિયાઝ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતુ. આ બંને શખ્સો રૂપિયા કમાવવાની લાલચમા યંગસ્ટર્સનું જીવન અંધકારમય બનાવી રહ્યા હતા. તેઓ આ ડ્રગ્સ સુરતના વિવિધ વિસ્તારોમા સપ્લાય કરતા હોવાની કબૂલાત કરી હતી.
જો કે આ ડ્રગ્સ સુરતમાં કયા કયા વિસ્તારોમાં સપ્લાય કરવામા આવતું હતુ. તથા આ કાળા કારોબાર પાછળ કોણ મુખ્ય આરોપી છે તે અંગે હજી સુધી પોંલીસ જાણી શકી નથી. જો પોલીસ આ બનાવમા બંને યુવાનોની કડક પુછપરછ કરશે તો મોટા માથાઓના નામ બહાર આવશે તેવી પુરેપુરી શકયતા રહેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે