2017માં વિધાનસભા ચૂંટણીમાં જીત મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ભાવિનો આજે ફેંસલો
ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટેમાં થયેલ અરજી પર આજે ચુકાદો આવ શકે છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની વિધાનસભામાં થયેલી જીત પર હાઇકોર્ટ ચુકાદો આપશે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટેમાં થયેલ અરજી પર આજે ચુકાદો આવ શકે છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની વિધાનસભામાં થયેલી જીત પર હાઇકોર્ટ ચુકાદો આપશે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
ચૂપચાપ કોઈને જાણ કર્યા વગર વડોદરાથી અમવાદ જનાર કેડિલાના કર્મચારીને કોરોના નીકળ્યો
શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર