ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસ અને હવે આપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં આવીને ચૂંટણીઓ સભાઓ, રેલીઓ અને ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તે દિશામાં ‘આપ’નું ટાર્ગેટ ગુજરાત છે. દિલ્હી-પંજાબ સર કર્યા બાદ હવે ‘આપ’ના શિરે એક મોટી જવાબદારી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં બે દિવસીય મુલાકાત માટે આવી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે બંને નેતાએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પ્રતિમાને પુષ્પાજંલિ કરી ગાંધીને બંને નેતાઓએ નમન કર્યા હતા. બંને મુખ્યમંત્રીઓ ગાંધી આશ્રમની પ્રદર્શની પણ નીહાળી હતી અને ગાંધીજીના જીવન મૂલ્યો વિશે જાણકારી મેળવી હતી. ગાંધી આશ્રમના એક એક વિભાગની મુલાકાત લઈ ગાંધીજીને જાણવાનો પ્રયાસ કર્યો હતો.


બંને મુખ્યમંત્રીની મુલાકાતના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત બાદ આજે સાંજે આમ આદમી પાર્ટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજીને શક્તિ પ્રદર્શન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી દિલ્લી અને પંજાબ મોડલના આધારે લોકો સુધી પહોંચી મત માગશે. દર મહિને અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.


અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સાબરમતી આશ્રમમાં ગાંધીજીને નમન કરી રેંટિયો કાંત્યો હતો. તમને જણાવી દઈએ કે સુરક્ષા મુદ્દે પોલીસ કમિશનરને ખાસ રજૂઆત કરાઈ હતી. 


કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીનો બે દિવસીય કાર્યક્રમ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીનો બે દિવસની યાત્રાનો કાર્યક્રમ જોઈએ તા.2 એપ્રિલે સવારે 10 વાગ્યાથી તેમના કાર્યક્રમોના આરંભ થશે. જયાં ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે, ત્યાર બાદ બપોરે 3-30 વાગ્યે હોટેલથી સીધા તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે. સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો કરશે. આ 1.5 કિલોમીટર સુધીના રોડ શોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિતના અંદાજે 50000 લોકો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે તા.3જી એપ્રિલે સવારે 10 વાગ્યે કેજરીવાલ અને ભગવંત માન સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે. બાદમાં તેઓ રાજકીય, સામાજિક અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે, ત્યાર બાદ 3 એપ્રિલ સાંજે 6 વાગ્યે દિલ્હી રવાના થશે. 


સુરતમાં લેસ્લિબયન નણંદે ભાભી સાથે ગંદી હરકતોની હદ વટાવી, પુરુષની જેમ ચુંબન કરતી, નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે અડપલાં કરી...


બન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. પોલીસની મંજૂરી મળ્યા બાદ રોડ શોની તૈયારી કરી દેવાઈ છે. આપના રોડ શોમાં ‘આપ’નું શકિત પ્રદર્શન યોજાવાનું છે ત્યારે તેના પર ભાજપ અને કોંગ્રેસની નજર રહેશે.


ગુજરાતમાં એપ્રિલ મહિનો રહેશે સૌથી ભારે! વીકેન્ડમાં બહાર જતા લોકો માટે હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ


ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ કેજરીવાલ અને માનની ગુજરાતની બે દિવસની યાત્રા રાજકીય રીતે અનેક રીતે મહત્વ ધરાવે છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પગ પેસારાને લઈને અન્ય રાજકીય પાર્ટીઓ સાવધાન બની છે. આમ આદમી પાર્ટીને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યા છે. આ સંજોગોમાં કેજરીવાલ અને માનની બે દિવસીય ગુજરાત યાત્રા અનેક રીતે મહત્વની બની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube