Today Weather Updates: ગુજરાતમાં એપ્રિલ મહિનો રહેશે સૌથી ભારે! વીકેન્ડમાં બહાર જતા લોકો માટે હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
Today Gujarat Weather Updates:રવિવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છમાં પણ ભારે હીટવેવની આગાહી કરાઈ છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એપ્રિલ મહિનો સૌથી વિકરાળ રહેવાનો છે, લોકો અત્યારથી કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી લોકોને ડરાવી રહી છે. હવામાન વિભાગે રાજ્યના લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચન પણ આપી દીધું છે.
હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને આવતી કાલે ભારે હીટવેવ રહેશે. વિકેન્ડનો સમય હોવાથી લોકો ગરમીથી બચવા માટે હિલસ્ટેશનો, વોટરપાર્ક જેવા સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે હવામાન વિભાગે જ લોકોને કામ વગર બહાર ના નીકળવાની સલાહ આપી છે. રાજ્યમાં ભારે હીટવેવની સૌથી વધુ અસર કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી છે.
રવિવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છમાં પણ ભારે હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહીના મતે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ગરમીએ અત્યારથી જ લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. એપ્રિલ મહિનામાં જેઠની ગરમી સહન કરી રહેલા લોકો માટે કોઈ રાહતના સમાચાર નથી. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે ઉત્ત, મધ્ય અને સૌરાષ્ટ્રમાં લૂનો પ્રકોપ ચાલુ રહેશે અને એપ્રિલમાં સામાન્યથી વધુ તાપમાન રહેવાનુ છે અને આના કારણે ગુજરાતના અનેક ભાગોમાં હીટવેવનુ એલર્ટ પણ યથાવત છે.
એપ્રિલમાં પડશે સૌથી ભીષણ ગરમી
ગુજરાત હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એક એલર્ટ જાહેર કર્યું છે. Met વિભાગે પણ આજે હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક ઓરિસ્સામાં પણ હીટવેવની સ્થિતિ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. 2 એપ્રિલ સુધી તેલંગાનામાં વિદર્ભ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઝારખંડ અને મરાઠવાડામાં 3 એપ્રિલે ગુજરાતમાં અને 4 એપ્રિલે એમપીમાં હીટવેવના સ્થિતિ બનતી દેખાઈ રહી છે.
Gudi Padwa 2022: કેમ ઉજવવામાં આવે છે ગુડી પડવો? શું છે તેનું ધાર્મિક મહત્ત્વ
અમદવાદ-ગાંધીનગરમાં ગરમી 41-43 ડિગ્રીને પાર
ગુજરાતના પાટણનગર ગાંધીનગર અને અમદાવાદમાં અત્યારથી જ ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર જતુ રહ્યુ છે. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવનુ એલર્ટ જાહેર કર્યુ છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ગરમીના આ જ હાલ રહેવાના છે. આજે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલીમાં ગરમ પવન ફૂંકાવાનુ અનુમાન છે. રાજસ્થાન સાથે-સાથે દિલ્લી, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં પણ હીટવેવની સંભાવના છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે