GCMMF Election : ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા 36 લાખ પશુપાલકોનો વિશ્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે આજે અમૂલમાં નવા ચેરમેન માટે સૌથી મોટો જંગ ખેલાશે. ત્યારે ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી મંગળવારે આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં દૂધ સંઘોમાં  દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મહેસાણા ડેરીના અશોક ચૌધરીની દાવેદારી પ્રબળ મનાઇ રહી છે. 


આ પણ વાંચો : 


કોલ્ડવેવમાં સૌથી પહેલા કરો આ કામ, આ જરૂરી ટિપ્સ તમને કાતિલ ઠંડીથી બચાવશે


બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર


ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણતાના આરે
GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે છે. આથી, ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણીનો દિવસ આવી ગયો છે. આમ હવે ખરો ખેલ એ અમૂલના ચેરમેન પદ માટે શરૂ થશે.


આજે ચૂંટણીનો જંગ 
8 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી કરાશે. મંગળવારે બપોરે 12 કલાકે ફેડરેશન સભાખંડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે.જેમા આણંદ ચૂંટણી વિભાગ દ્વારા મતપેટી મુકવામાં આવશે. જેમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કરશે.


આ પણ વાંચો : ગુજરાતની 8 નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે