બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ અઠવાડિયામાં પડશે, બુધ-ગુરુ-શુક્રની ભયંકર આગાહી છે

Gujarat Weather : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા.....  24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો..... મોટા ભાગના જિલ્લાઓમાં 8થી 10 ડિગ્રી વચ્ચે તાપમાન....

બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ અઠવાડિયામાં પડશે, બુધ-ગુરુ-શુક્રની ભયંકર આગાહી છે

Coldwave Weather In Gujarat સપના શર્મા : રાજ્યમાંમાં ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે. ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું. 

કાતિલ ઠંડીમાં આજે પણ આખું ગુજરાત ઠુંઠવાયું છે. હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા છે. 8થી 9 ડિગ્રી તાપમાન સાથે આજે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : 

હજી તો ઠંડી વધુ પડશે
હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી 3 દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. 

વડોદરામાં દંપતીનું મોત 
ગુજરાતમાં વર્ષો બાદ કાતિલ ઠંડી જોવા મળી છે. આવામાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ખુલ્લામાં તાપણું કરવામાં વાંધો નથી, પરંતુ લોકો હવે ઘરને ગરમ કરવા માટે ઘરમાં જ તાપણું કરી રહ્યાં છે. ત્યારે ઘરમા કરાતા તાપણાં કેટલા જોખમી છે તે જાણો. વડોદરામાં દશરથમાં ઘરમાં તાપણું કરી સુઈ ગયેલા દંપતીનું મોત નિપજ્યું છે. ધુમાડાથી રૂમમાં કાર્બન મોનોકસાઈડ ફેલાતા દંપતીનું મોત નિપજ્યું છે. વડોદરાનું દંપતી ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કોલસાની સગડી સળગાવી સૂઈ ગયું હતું. દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં આ બનાવ બન્યો હતો. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીનું મોત થયું નિપજ્યું છે. તેમના પુત્ર હાર્દિકે ઘરનો દરવાજો ખોલતા માતા પિતા મૃત હાલતમાં મળી આવ્યાં હતા. ત્યારે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : 

હાલ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે ઠંડીનો પારો માઈનસમાં છે. ત્યારે ચમોલીમાં સતત બરફવર્ષાના કારણે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ઔલીમાં ચારે તરફ માત્રને માત્ર બરફ જ દેખાઈ રહ્યો છે. જાણે ઔલી તો ચાંદીની જેમ ચમકી રહ્યુ છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો પણ ઔલી તરફ વધવા લાગ્યો છે. અહીં પહાડો તો ઠીક રસ્તાઓ ઉપર પણ બરફ હોવાથી પ્રવાસીઓની ગાડીઓ સ્લીપ થઈ રહી છે. તો સતત બરફ વર્ષાના કારણે જોશીમઠ ઔલી માર્ગને બંધ કરવાની પણ ફરજ પડી, કારણ કે આ રસ્તા 3 ફૂટ સુધી બરફ જામી જતાં રસ્તાઓ બંધ કરાયા હતા. જેથી પ્રવાસીઓ ફસાઈ પણ ગયા હતા. આ ઉપરાંત બીજી અનેક મુશ્કેલીઓનો સામનો પણ પ્રવાસી કરી રહ્યા છે. પરંતુ જેઓ તે લોકો બરફ કે બરફ વર્ષા જુએ છે કે તરત પોતાની મુશ્કેલીઓ ભુલી જાય છે અને બરફમાં મસ્તી કરવાની મજા માણવા લાગે છે.   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news