ગાંધીનગર : ગુજરાતમાં તહેવારો ટાણે લોકોને આપેલી છૂટ હવે ભારે પડી રહી હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 40 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 21 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16, 542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4,57,767 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. 


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube