GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાળો! આજે એકને ભરખી ગયો, જાણો આજના નવા પોઝિટીવ કેસ
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 91213173 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું છે.
ગાંધીનગર: રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,173 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 82,661 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 91213173 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું છે. નવા કુલ 19 કેસ નોંધાયા છે જે પૈકી 10 અમદાવાદ કોર્પોરેશનમાં, વડોદરા કોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 કેસ મળીને કુલ 19 કેસ નોંધાયા છે.
સંતના શરણે: UKથી અક્ષરધામના મહેમાન બન્યા બોરિસ જોનસન, મંદિરની ભવ્યતા જોઈ થયા અભિભૂત, જુઓ તસવીરો
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકોમાં 1051 ને પ્રથમ અને 13763 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 236 અને 2913 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10635 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 7960 ને રસીનો પ્રથમ જ્યારે 46076 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં આજના દિવસમાં કુલ 82,661 ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,70,20,808 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube