આશ્કા જાની, અમદાવાદઃ આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ છે. આજે શીખ સમુદાયના ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ છે. શહેરના ગુરૂદ્વારામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરવા માટે ગુરૂદ્વારા પહોંચી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે ગુરૂદ્વારામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂનાનકની જન્મજયંતિ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરૂદ્વારામાં દર વર્ષે લંગર લગાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે લંગર બંધ છે. તો શોભાયાત્રા કે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું નથી. ગુરૂદ્વારામાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ગુરૂ પુરબની શુભકામનાઓ
ગુરૂનાનકની 551મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. સીએમ રૂપાણીએ કહ્યુ કે, ગુરૂનાનકે આપણને ત્રણ નિયમોનો ઉપદેશ આપ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube