અજય શીલુ/પોરબંદર : પોરબંદર : આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046 ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1031 વર્ષ પૂર્ણ કરીને 1032 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ચાલો જોઈએ શુ છે આ સુદામા અને ગાંધી ભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ અને કેવુ છે પોરબંદર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT ના 400 કરોડ રૂપિયા અફઘાનિસ્તાનમાં ફસાયા, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો


અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદરએ ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે. આ નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃદ્ધ છે. શ્રાવણી પૂર્ણીમાં એ પોરબંદરનો સ્થાપના દિન છે. પ્રાચીન કાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. પોરબંદરનો આજે 1032મો સ્થાપના દિન છે. પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે તો એવું પણ મનાય છે કે,ખાડી કાંઠે આવેલ પોરાઈ માતાજીના મંદિર પરથી પોરબંદર શહેરનુ નામ પડ્યુ છે. પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી. તે સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ હોવાનું કહેવાય છે. ઈ.સ 1120 માં રાણાસંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યાર બાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલેખ્ખ જોવા મળે છે.


RAJKOT ના હસતા રમતા પરિવારની કોરોના પછી જે સ્થિતિ થઇ જે સાંભળે તે રડી પડે છે


હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનું કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજી કર્યુ હતુ. તેમના વિશે એવુ કહેવાય છે કે,તેઓ પોરબંદરને પેરીસ જેવું બનાવવા ઈચ્છતા હતા. જેને લઈને પોરબંદરના રોડ-રસ્તા, ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે. વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનુ શાસન હતું, ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા. પહેલા હનુમાનજી અને ત્યાર બાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારીયળ અને ચૂંદડી ચડાવી સાગર ખેડુઓ દરિયાનુ ખેડાણ કરતા હતા.


AHMEDABAD માં ચેઇન સ્નેચિંગ થકી સમગ્ર શહેરને બાનમાં લેનાર આરોપી ઝડપાયા


આજે પણ આ પરંપરા વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરુ કરવામાં આવે છે. શહેરમાં એ સમયે એવી પણ એક વિશેષ પરંપરા જોવા મળતી હતી કે, સ્થાપના દિવસે રાજ તરફથી સુખડી તૈયાર કરવામાં આવતી હતી. જેને પ્રસાદરૂપે તમામ નગરજનોને પીરસાતી હતી. આ વેળાએ સુદામા મંદિરમાં વર્ષ દરમિયાન પરિણીત વરઘોડીયાઓના હસ્તે હનુમાનજી અને સુદામા મંદિરે પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી. પોરબંદરની સ્થાપનાને આજે 1031 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભવ્ય ઈતિહાસનો વારસો ધરાવતા અને ઘૂઘવતા સાગર કિનારે વસેલા પોરબંદરનો યોગ્ય દિશામાં વિકાસ થાય તેવું શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube