ઝી ન્યૂઝ/અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસને રાજ્યમાં એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. ત્યારે આજે અરવલ્લીના ભિલોડામાં ભાજપમાં ભરતી મેળો યોજાયો છે. પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કેવલ જોશિયારા સહિત 1,500 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે. આજે સવારે એક પ્રોગ્રામ યોજાયો છે. જેમાં ભીલોડા ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં કેવલ જોશીયારા સહિત 1,500 કાર્યકરોનો ભાજપમાં પ્રવેશોત્સવ કર્યો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેવલ જોશીયારા સહિત સ્થાનિક આગેવાનો ભાજપમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવલ જોશીયારાએ ભાજપનો ખેસ ઓઢીને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આદિજાતિ સમાજમાંથી આવતા મારા પિતા સર્જન હતા. લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દુધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ.


નોંધનીય છે કે, કેવલ જોશિયારા સહિત 1,500 કાર્યકરોને આવકારવા માટે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભિલોડા પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, કુબેર ડીંડોર, સાંસદ દીપસિંહ રાઠોડ, મહામંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યા છે.


અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોશીયારા સહિત 1,500 કાર્યકરોનો ભાજપમાં પ્રવેશોત્સવ કર્યો, જે કોંગ્રેસ માટે એક ઝાટકારૂપ કહી શકાય તેવા સમાચાર છે. કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ જોષિયારાના પુત્રએ આજે કેસરિયો કર્યો છે. ત્યારે ભાજપ આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા પોતાની આગામી રણનીતિને અંજામ આપશે.


Gujarat weather update ગુજરાતના વાતાવરણમાં આવેલા ફેરફાર મુદ્દે મોટો ખુલાસો: ગુજરાતથી વરસાદ હજૂ દૂર છે...


નોંધનીય છે કે, ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા. જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે. જેણા અનુસંધાનમાં તેમના દીકરા કેવલ જોષિયારાને પોતાની પાર્ટીમાં જોડી રહ્યું છે. આજે કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. જેણી તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. 


મહત્વનું છે કે, લાગી રહ્યુ છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે, આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યા છે. 


કોણ છે કેવલ જોશીયારા?
કેવલ જોષિયારાએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે અને અત્યાર સુધી તેઓ રાજકારણથી દૂર હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાઈને રાજનીતિની નવી શરૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોષિયારા 5 વખત વિધાનસભા બેઠક જીતી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલા 1995માં ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1996માં મંત્રી પણ બન્યા હતા. બાદમાં 2002થી તેઓ સતત ચાર વખત કોંગ્રેસમાંથી જીત્યા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપામાં જોડાયા હતા. જો કે રાજપામાંથી તેઓની ચૂંટણીમાં હાર થઈ હતી. બાદમાં 2002માં તેઓ કોંગ્રેસમાંથી સતત ચૂંટાતા આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube