Gujarat weather update ગુજરાતના વાતાવરણમાં આવેલા ફેરફાર મુદ્દે મોટો ખુલાસો: ગુજરાતથી વરસાદ હજૂ દૂર છે...
Gujarat Weather forecast: રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જ દેખાતી નથી, જેણા કારણે આગામી સમયમાં હજુ ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હા. આગામી 5 દિવસ હવામાન ભેજવાળું રહેતા ગરમીથી રાહત મળશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસથી અહેવાલોમાં 25મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આખરે રાજ્યમાં વાતાવરણમાં આવેલા બદલાવ મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવી ગયું છે. જેમાં હવામાન વિભાગે પણ માન્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી.
રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જ દેખાતી નથી, જેણા કારણે આગામી સમયમાં હજુ ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હા. આગામી 5 દિવસ હવામાન ભેજવાળું રહેતા ગરમીથી રાહત મળશે. હાલ રાજ્યમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના પાછળનું કારણ રાજસ્થાન પર લો પ્રેશરથી રાજ્યમાં વાદળછાયું હવામાન બન્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેણા કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની ગતિ 10 થી 15 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. એટલું જ નહીં, તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં. પરંતુ હા...2 થી 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં નથી. ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ ઉદ્દભવી પણ દેખાઈ રહી નથી.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ હા.. રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના અનુસંધાને આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. કેરળમાં 26મી મેના રોજ ચોમાસાનું આગામન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે તે પછી 15થી 20 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગામન થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે