GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં ત્રીજી લહેર `ઢીલી` પડી, આજે માત્ર આટલા જ કેસ નોંધાયા? રિકવરી રેટ વધ્યો
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1428 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1414 નાગરિકો સ્ટેબલ છે. 12,10,545 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10933 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોનાના નવા 116 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 334 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,10,545 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને 98.99 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 79,461 ડોઝ આપવામાં આવ્યા હતા.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1428 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1414 નાગરિકો સ્ટેબલ છે. 12,10,545 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10933 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને પ્રથમ અને 15 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1300 ને પ્રથમ જ્યારે 4678 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5659 ને રસીનો પ્રથમ જ્યારે 26706 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 1222 ને પ્રથમ જ્યારે 29185 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10680 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 79,461 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,30,94,826 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube