ગુજરાત : પેપર લીક થયા બાદ અને સમગ્ર ગુજરાતમાં હોબાળો થયા બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરમાંથી 8.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે 8 વાગ્યાથી 10.30 કલાક સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે. ગત પરીક્ષામાં પેપર લીક થવાને કારણે આ વખતે સ્ટ્રોંગ રૂમમાં પેપર રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે 9 હજાર 173 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 


ડોલરિયો ડાયરો : ગીતા રબારીની આસપાસ થઈ ગયો ડોલર-રૂપિયાનો મસમોટો ઢગલો


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પરીક્ષાને પગલે પરીક્ષાની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટર્સ બંધ રાખવામાં આવ્યા છે. તમામ વર્ગખંડમાં સીસીટીવી લગાવ્યા છે.

  • LRD પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. ઉમેદવારોની મેટ્રિક્સની કામગીરી શરૂ કરાઇ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો લાઇનમાં બાયોમેટ્રિક્સ આપવા ઉભા રહ્યા છે. સ્ટ્રોંગ રૂમમાંથી પેપરો ચુસ્ત બંદોબસ્ત સાથે સેન્ટર પર મોકલવાની કામગીરી શરૂ થઈ. થોડીવારમાં શરૂ થશે પરીક્ષા

  • અરવલ્લીમાં પરીક્ષા આપવા જતા ઉમેદવાર વિપુલ ખાંટનું અકસ્માતમાં મોત થયું. બાયડના સરસોલી પાસે બાઈક ઝાડ સાથે ટકરાતા ગંભીર ઈજા પામેલા યુવકનું મોત નિપજ્યું હતું. વિપુલ માલપુરના મગોડીથી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા જતો હતો

  • લોકરક્ષક પરીક્ષાને લઈ ST વિભાગ દ્વારા પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લા માટે 341 બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. આ માટે એસ.ટીના 50 રૂટ રેગ્યુલર રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા. મુસાફરો માટે માત્ર અગત્યના રૂટો ઉપર બસો દોડાવાઈ હતી. 

  • અરવલ્લી ધનસુરાના વડાગામ પાસે ઉમેદવારો અટવાયા હતા. એસટી બસનો ડ્રાઈવર નશામાં હોઈ ઉમેદવારો અટવાયા વહેલી સવારે બનેલી ઘટના બાદ ડ્રાઈવર બદલાયો. ઉમેદવારોને એસટી બસમાં કરાયા રવાના


  • બનાસકાંઠામાં એસ.ટી.વિભાગનાં અધિકારીઓએ લોકરક્ષક દળની પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને ફુલ આપી તેમને શુભકામના પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કુલ 49 હજાર વિદ્યાર્થીઓ LRDની ભરતી પરીક્ષા આપશે. બહારના જિલ્લામાંથી 75 હજાર વિધાર્થીઓ પરીક્ષા આપવા બનાસકાંઠા જિલ્લામાં આવશે.અહીં 110 કેન્દ્ર પર 1453 બ્લોકમાં 43590 જેટલા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે.

  • પાલનપુર એસ.ટી. બસ ડેપોમાં એસ.ટીના અધિકારોએ ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના 49 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે. 


[[{"fid":"198192","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"LokRakshak2.JPG","field_file_image_title_text[und][0][value]":"LokRakshak2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"LokRakshak2.JPG","field_file_image_title_text[und][0][value]":"LokRakshak2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"LokRakshak2.JPG","title":"LokRakshak2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


પરીક્ષાને લઇ દરેક વર્ગખંડમાં સીસીટીવી ગોઠવી દેવાયા છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત કેન્દ્ર પર હશે. આ પરીક્ષામાં કેટલાક સેન્ટરો બદલવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 5, ગાંધીનગરના 2 અને આણંદના 1 સેન્ટરનો સમાવેશ થાય છે. તો બીજી તરફ, પેપરલીક થવાના કારણે આ વખતે અન્ય પ્રેસમાંથી પેપર છપાવવામાં આવ્યું છે. અગાઉ 2 ડિસેમ્બરે લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કારણે તે રદ થઇ હતી, જેના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે આ પરીક્ષા માટે ઉમેદવારો સવારથી જ તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા માટે ઉમેદવારોને એસટી બસ દ્વારા ફ્રી સુવિધા ફાળવવામાં આવી હતી.


સુરેન્દ્રનગર: અકસ્માત બાદ રસ્તા પર 2 અંધ મૃતદેહોના હાલ નજરે જોઈ બધા હચમચી ઉઠ્યા


પરીક્ષાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. પરીક્ષાને લઈ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે. તમામ સ્થળો પર પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. પોલીસે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. રાજકોટમાં લોકરક્ષક દળની પરીક્ષા પહેલાંની તૈયારી કરવામાં આવી હતી. રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં LRDનાં પેપર લાવવામાં આવ્યા હતા. બીજી તરફ સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અમદાવાદનાં 283 સેન્ટરોમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે. તમામ સેન્ટરમાં એક  PSI, એક ASI, કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલ વડે બાજનજર રાખવામાં આવશે. 71 ફ્લાઈંગ સ્ક્વોડ સમગ્ર પરીક્ષા પર દેખરેખ કરશે.


ગુજરાતના મહત્વના સમાચારો જુઓ એક ક્લિક પર....