અમદાવાદ: દેશના લોકશાહી પર્વના જેનાદેશની આજે આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ત્યારે ગુજરાતની 26 બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં 9 વાગ્યા સુધીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠક પરથી 25 ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે એકમાત્ર અમરેલી બેઠક પર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019માં જાણો કઇ બેઠક પર રહેશે મહિલા ઉમેદવારનું પ્રભુત્વ


ગુજરાતમાં લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર છે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે. કેમ કે, સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. તો મધ્ય ગુજરાત ઝોનમાં આણંદ, દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ અને બારડોલી બેઠક પર રસાકસી ભર્યો જંગ જામશે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સાથે જ ગુજરાતની આ મહત્વની બેઠક પર સૌની નજર


એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વલસાડ બેઠક પર જે પાર્ટીનો વિજય થાય છે, તેની કેન્દ્રમાં સરકાર બને છે. માટે આ બેઠક પર સૌની નજર રહેશે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક પ જીત મેળવનારી ભાજપ સરકાર માટે આ વખતે પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. તો આ ઉપરાંત ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેટલી લીડ સાથે જીત મેળવશે, તેના પર સૌની નરજ છે.


વધુમાં વાંચો: Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં


ત્યારે ગુજરાતની 26 બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં 9 વાગ્યા સુધીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠક પરથી 25 ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે એકમાત્ર અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર નારાણભાઇ કાછડીયાને પછાડ છોડી પરેશ ધાનાણી 2200 લીડથી આગળ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2019ની ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકનું પણ આજે પરિણામ જાહરે થશે. ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક જેમાં ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારોના ભાવિ નક્કી થશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...