લોકસભા ચૂંટણી 2019માં જાણો કઇ બેઠક પર રહેશે મહિલા ઉમેદવારનું પ્રભુત્વ

આજે દેશભરમાં લોકશાહી પર્વમાં જનાદેશની રાહ જોવાઇ રહી છે. ત્યારે ગુજરાતની મહિલા નેતાઓનું પરિણામ જોવાનું રહેશે કે, રાજ્યની કઇ બેઠક પર મહિલા ઉમેદવારોએ પોતાનો દબદબો બનાવી રખ્યો છે.

લોકસભા ચૂંટણી 2019માં જાણો કઇ બેઠક પર રહેશે મહિલા ઉમેદવારનું પ્રભુત્વ

અમદાવાદ: આજે દેશભરમાં લોકશાહી પર્વમાં જનાદેશની રાહ જોવાઇ રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પરિણામ બાદ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર બને છે કે, પછી રાહુલ ગાંધીની કોંગ્રેસ સરકાર બને છે તે આજની મત ગણતરી બાદ નક્કી થઇ જશે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, આજના પરિણામ બાદ તેમનો પણ ફેસલો થઇ જશે કે કઇ બેઠક પર કોનું રાજ ચાલશે. ત્યારે ગુજરાતની મહિલા નેતાઓનું પરિણામ જોવાનું રહેશે કે, રાજ્યની કઇ બેઠક પર મહિલા ઉમેદવારોએ પોતાનો દબદબો બનાવી રખ્યો છે.

લોકસભા ચૂંટણી 2019માં રાજ્યના જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને સુરતથી ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ છે. તેમજ વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ તથા ભાવનગરથી ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના ભાવીનો આજે ફેસલો થશે. તો આ ઉપરાંત મહેસાણાથી ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ, છોટાઉદેપુરથી ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા, અમદાવાગ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ તેમજ પોરબંદરથી અપક્ષ ઉમેદવાર રેશમા પટેલ સહીતની મહિલા નેતાઓનું ભાવીનું આજે પરિણામ આવશે.

લોકસભા ચૂંટણીના પરિણામની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર રહેશે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે. કેમ કે, સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. તો મધ્ય ગુજરાત ઝોનમાં આણંદ, દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ અને બારડોલી બેઠક પર રસાકસી ભર્યો જંગ જામશે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વલસાડ બેઠક પર જે પાર્ટીનો વિજય થાય છે, તેની કેન્દ્રમાં સરકાર બને છે. માટે આ બેઠક પર સૌની નજર રહેશે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક પ જીત મેળવનારી ભાજપ સરકાર માટે આ વખતે પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. તો આ ઉપરાંત ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેટલી લીડ સાથે જીત મેળવશે, તેના પર સૌની નરજ છે.

આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2019ની ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકનું પણ આજે પરિણામ જાહરે થશે. ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક જેમાં ઊંઝા, જામનગર, ગ્રામ્ય માણાવદર અને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારોના ભાવિ નક્કી થશે. જનતા દ્વારા ઉમેદવારને કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો આજે ખુલાસો થશે. ત્યારે મત ગણતરીને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરીને ધ્યાનમાં રાખથી મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવમાં આવ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news