અમદાવાદ: કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા વધીને 791 થઈ ગઇ છે. 129 લોકોના સેમ્પલમાંથી 18 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉંડેરા અને રતન પુર ગામમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના સંક્રમણથી આજે વધુ 5 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોલ 477 દર્દીઓ સાજા થયા છે.


આ પણ વાંચો:- અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર


સુરતમાં આજે વધુ 15 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે સુરત જિલ્લામાં કુલ 26 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે સુરતના લિબાયત ઝોનમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. આ તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.


કચ્છમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાપર, અંજાર અને ભચાઉમાં વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાપરના સેલરી, અંજારના જૂની દૂધઇ અને ભચાઉના કટારીયા ગામના લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આજના ત્રણ પોઝિટિવ કેસમાં બે પુરૂષ અને એક 21 વર્ષની છોકરીને કોરોના પોઝિટિવ આવ્યો છે.


આ પણ વાંચો:- શ્રદ્ધા કે અંધશ્રદ્ધા: કોરોનાને ભગાડવા કર્યા ઉપવાસ, મંદિરોમાં મહિલાના ટોળે ટોળા


ખેડા જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 57 પર પહોંચ્યો છે. વસોમાં રહેતી અને મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી 27 વર્ષીય નર્સને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. તો બીજી તરફ શહેરની કાછીયા શેરીમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે.


અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ધનસુરાના આમોદરાના 55 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે જ જિલ્લામાં કુલ 103 લોકો કોરોના પોઝિટિવ છે. જ્યારે તેની સામે 75 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- ગુજરાતના 9 જિલ્લામાં તીડના ટોળા ફરી વળ્યાં, સરકારી અધિકારીઓ દોડતા થયા


સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રાંતિજમાં તપોધન ફળીમાં 38 મહિલાને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે દિવસ દરમિયાન 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.


ઈડરના વેરાબરામાં 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. ખેડબ્રહ્માના નાકામાં 52 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 3 લોકોના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube