ગુજરાતના 9 જિલ્લામાં તીડના ટોળા ફરી વળ્યાં, સરકારી અધિકારીઓ દોડતા થયા

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર તીડનું સંકટ આવીને ઉભુ રહ્યું છે. રાજ્યના 9 જિલ્લાઓમાં તીડના ટોળા (Loctus attack) જોવા મળ્યા છે. અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. રાજસ્થાનના અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. 200થી 500 ની સંખ્યામાં તીડના ઝુંડે ગુજરાતમાં આક્રમણ કરી દીધું. 9 જિલ્લાઓમાં તીડનો આતંક ફરી વળ્યો છે. આ અગાઉ ગુજરાતમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતા. રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ પૂર્વ તરફ ફંટાયું છે. આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. 

Updated By: May 22, 2020, 04:10 PM IST
ગુજરાતના 9 જિલ્લામાં તીડના ટોળા ફરી વળ્યાં, સરકારી અધિકારીઓ દોડતા થયા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં ફરી એકવાર તીડનું સંકટ આવીને ઉભુ રહ્યું છે. રાજ્યના 9 જિલ્લાઓમાં તીડના ટોળા (Loctus attack) જોવા મળ્યા છે. અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. રાજસ્થાનના અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. 200થી 500 ની સંખ્યામાં તીડના ઝુંડે ગુજરાતમાં આક્રમણ કરી દીધું. 9 જિલ્લાઓમાં તીડનો આતંક ફરી વળ્યો છે. આ અગાઉ ગુજરાતમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતા. રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ પૂર્વ તરફ ફંટાયું છે. આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે સતત સંપર્કમાં છે. 

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો

અમરેલી, ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ તીડની એન્ટ્રી થઈ ગઈ છે. ગઢડા તાલુકાના ઉમરડા, વિકળિયા, જલાલપર તેમજ બરવાળા તાલુકાના રામપરા સહિત આસપાસના ગામોમાં તીડોના ટોળા ઉમટી પડ્યા છે. બાજરો, જુવાર અને રજકાંના પાકોમાં તીડનું આક્રમણ થયું છે. તીડને ભગાવવા ખેડૂતો ખેતરે કામધંધો છોડીને પહોંચી ગયા છે. હાંકલા, પડકારા, દેકારા અને થાળી વાસણો વગાડીને તીડને ભાગડવાના પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે તીડના આક્રમણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. 2019 બાદ 2020નું વર્ષ પણ ખેડૂતો માટે આકરુ સાબિત થયું છે. 2019માં એક બાદ એક અનેક વાતાવરણીય ચેન્જિસને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તો હવે અતિવૃષ્ટિના માર બાદ હવે તીડનો આતંક સામે આવતા ખેડૂતોમાં ફફડાડ ફેલાયો છે.

હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ને પ્રફુલ્લાબા કોરોના સામેના જંગમાં ઊતરી પડ્યાં

રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી તીડોએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા બાદ તીડ સૌરાષ્ટ્રના જિલ્લામા પ્રવેશ્યા હતા. હવે સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગરમાં તીડ પહોંચી ગયા છે. 

હાલ ખેડૂતો કોરોનાને કારણે લાગુ કરાયેલ લોકડાઉનથી કંટાળેલા છે, આવામાં તેઓને તીડને સાચવવા પડી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તલ, કેરી ઘઉ સહિતનાં પાકને તીડનાં કારણે નુકસાનની દહેશત છે. વાવાઝોડાથી પહેલા જ પાયમાલીના આરે પહોંચેલા ખેડૂતોને હવે તીડ આવતા પડ્યા પર પાટુ જેવો ઘાટ છે. જો કે તીડ અંગે માહિતી મળતા તત્કાલ ખેતીવાડી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. તીડનો નાશ કરવા માટે રાત્રી દરમિયાન દવાના છંટકાવનું આયોજન તંત્ર કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર