જયદેવ દવે, અંબાજી: આજે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણીઃ રાજ્યમાં ફરી OBC અને પાટીદારો પર રાજકીય પક્ષોએ લગાવ્યો દાવ


આ શક્તિનાં પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે 51 શક્તિપીઠમાંના એક શક્તિપીઠ અંબાજી ધામમાં માતા પાર્વતીનું હૃદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજી શક્તિપીઠ તરીકે મનાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં છે.


સુરતમાં લોકસભા ચૂંટણીનું ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે હાથની નસ કાપી


આમ તો વર્ષ દરમિયાન બે નવરાત્રી આવતી હોય છે. જેમાં એક આશોની નવરાત્રી જે સારદીય નવરાત્રી તરીકે મનાય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીએ વાસંતીક નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આજથી સવંત વર્ષની નવા વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી હિન્દુ ધર્મમાં આજનાં દિવસે નવાવર્ષનાં પ્રારંભ તરીકે પણ માનવામાં આવે છે અને આજથી સવંતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે.


ગુજરાતની અન્ય સ્ટોરીઓ વાંચવા માટે અહીં ક્લિક કરો...