સુરતમાં લોકસભા ચૂંટણીનું ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે હાથની નસ કાપી

શિવા ચાવડા નામના ઉમેદવારે કલેક્ટર ઓફિસમાં જ અચાનક આવું પગલું ભરતું દોડાદોડ મચી ગઈ, ઘાયલ ઉમેદવારને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે
 

સુરતમાં લોકસભા ચૂંટણીનું ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે હાથની નસ કાપી

સુરતઃ સુરતમાં લોકસભા ચૂંટણીનું ફોર્મ રદ્દ થઈ જતાં એક અપક્ષ ઉમેદવારે હાથની નાસ કાપી નાખી હતી. કલેક્ટર કચેરમાં જ આ ઘટના બનતાં દોડાદોડી મચી ગઈ હતી. ઉમેદવારને તાત્કાલિક 108માં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. શિવા ચાવડા નામના ઉમેદવારનો આક્ષેપ છે કે, ભાજપના ઈશારે તેનું ફોર્મ રદ્દ કરાયું છે. 

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. 4 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. 5 એપ્રિલ, શુક્રવારથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ થઈ હતી. આ દરમિયાન અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા એક શિવા ચાવડા નામના ઉમેદવારના ફોર્મમાં કેટલીક ભૂલો હોવાને કારણે કલેક્ટર દ્વારા તેનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. 

પોતાનું ફોર્મ રદ્દ થઈ જતાં લાગણીમાં આવીને શિવા ચાવડાએ અચાનક જ પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. કલેક્ટર કચેરીમાં જ આ પ્રકારની ઘટના બનતાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. શિવા ચાવડાએ પોતાના એર હાથમાં એક અને બીજા હાથમાં ચુપ્પના 3 કાપા માર્યા હતા. 

આ અંગે, સુરત શહેર પોલીસના ઈ ડિવિઝનના એસીપી એન.એન. દેસાઈએ જણાવ્યું કે, શિવા ચાવડા નામના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ જતાં તેણે કલેક્ટર કચેરમાં હાથની નસો કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હાજર લોકોએ તેને પકડી લીધો હતો, તેમ છતાં તેણે એક હાથમાં એક અને બીજા હાથમાં 3 ચપ્પુના ઘા મારી દીધા હતા. ઘાયલ શિવા ચાવડાને 108માં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલ તેની તબિયત સ્થિર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શિવા ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઈશારે તેનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news