અમદાવાદ: બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોનાવેક્સીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. ભારતમાં કોરોના વેક્સીન આવવાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. વેક્સીન આવતાં પહેલાં ભારત દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની તૈયારીઓ લાગી ગયો છે. આજથી ભારતમાં વેક્સીની 48 કલાક સુધી મોટી મોક ડ્રીલ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 475 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિનેશન પહેલા વેક્સિનેશન અંગે માહિતગાર કરવા ટ્રાયલ રન નો પ્રારંભ થઇ રહ્યો છે. 

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે


મોક ડ્રિલમાં શું-શું થશે?
25 હેલ્થ વર્કર્સ કે જેઓ ને કોરોના રસી અપાવાની છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેક્સિનેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં કોરોના વેક્સિનેશન કેવી રીતે કરવું, રસીનું સ્ટોરેજ પ્રોટોકોલ મુજબ સ્ટોરેજ ફેસિલિટી સેન્ટર ખાતે કઈ રીતે કરવું, વેક્સિનેશન માટે લોકોને કઈ રીતે લાવવા લઈ જવા વગેરે બાબતોનું ટ્રાયલ રનમાં માર્ગદર્શન અપાશે. 


રાજ્યમાં વેક્સિનેશન માટે ડેટા કલેક્શનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 50થી વધુ વયના 1 લાખ અને 50થી ઓછી ઉંમરના પણ અન્ય મોટી બિમારીઓ ધરાવતા 2.61 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે જેઓ ને પ્રથમ કોરોના રસી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.


દેશમાં આજથી વેક્સીન માટે ડ્રાઇ રન શરૂ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં ટ્રાઇ રન ચાલશે. તેનો અર્થ એ છે કે વેક્સીન પ્રોગ્રામ લોન્ચ થવાની પુરી પ્રક્રિયા પરખવામાં આવશે. 


મોક ડ્રિલ ક્યાં થશે?
ડ્રિલ જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલોમાં આયોજિત કરવામાં આવશે, એટલે કે આ મોક ડ્રિલના પરિણામોથી આગળના વેક્સીનેશનના પ્લાનની તૈયારી અસર પડશે. આ ડ્રીલના ભાગ બનનાર રાજ્ય તેને લઇને ખૂબ ગંભીર છે. 


તમામ રાજ્યોમાં વેક્સીનના સ્ટોરેજ, વિતરણ અને રસીકરણને લઇને તૈયારી અંતિમ તબક્કામાં છે. વેક્સીન કોલ્ડ ચેનને બનાવી રાખવા માટે ડીપ ફ્રીજર અને બીજા સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સીનેશન ડ્રાઇવને અંજામ આપવા માટે સિલેક્ટ કરવામાં આવેલા સ્વાસ્થ્યકર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 


એરપોર્ટ પર 2.5 મિલિયન વેક્સીન સ્ટોર કરવાની ક્ષમતા
દિલ્હી એરપોર્ટ પર કોવિડ વેક્સીનની ખેપ પહોંચતાં જાળવણી અને ટ્રાંસપોર્ટેશનની તૈયારી લગભગ પુરી કરી લેવામાં આવી છે.આ મેગા તૈયારીને પ્રોજેક્ટ સંજીવની નામ આપવમાં આવ્યું છે. તેના માટે એરપોર્ટ પર જ મોટો મોટા કૂલ રૂપમ અને કૂલિંગ ચેમ્બર્સ બનાવવામાં આવી છે. 


વેક્સીનને અહીં માઇનસ 20 ડિગ્રી સુધીના તાપમાનમાં રાખવામાં આવશે. એકવારમાં 27 લાખ વેક્સીનને સ્ટોર કરવાની વ્યવસ્થા છે. એક દિવસમાં આવી 54 લાખ વેક્સીનની મૂવમેંટ સંભવ છે. તમને જણાવી દઇએ કે દિલ્હી એરપોર્ટ પર 2.5 મિલિયન વેક્સીન સ્ટોર કરવાની ક્ષમતા છે. જરૂર પડતાં તેને થોડી વધારા પણ શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube