જસદણ : છેલ્લા કેટલાક દિવસોથી જેની રાહ જોવાઈ રહી હતી તે જસદણની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુરુવારે યોજાયેલા મતદાનમાં અવસર નાકિયાને તેના રાજકીય ગુરુએ માત આપી છે. આ સાથે જ ભાજપે વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો પાર કર્યો છે. પેટાચૂંટણી હોવા છતાં જસદણ વિધાનસભાના મતદારોએ ભારે ઉત્સાહ હતો. બાવળિયા અને નાકિયા વચ્ચેની આ ટક્કર માટે જસદણ શહેર કરતા જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો. ત્યારે હવે જસદણની જનતાએ કુંવરજી બાવળીયાના નામ પર મહોર લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણનો જનાદેશ
ઉમેદવાર                      મત
કુંવરજી બાવળિયા    90, 262
અવસર નાકિયા        70, 283
નોટા                        2,146
કુલ મત                   1,65,325


એક જ વિધાનસભા બેઠકની મતગણતરી કરવાની હોવાથી તંત્ર માટે વધુ કોઈ મુશ્કેલી નહોતી. એક જ મતગણતરી કેન્દ્ર ખાતે 14 જેટલા ટેબલ પર 19 રાઉન્ડમાં આ ગણતરી હાથ ધરાઈ હતી. ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ કુંવરજી સતત આગળ રહ્યા હતા. જોકે શરૂઆતમાં આ લીડ થોડી ઓછી હતી. પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ કુંવરજીની લીડ વધતી ગઈ. આઠમા રાઉન્ડની મતગણતરીમાં લીડમાં ફરી ઘટાડો થયો. પરંતુ નવમા રાઉન્ડ બાદ કુંવરજીની લીડ ફરી વધતી ગઈ. 11 વાગ્યાને 10 મિનિટ બાદ મતગણનાના તમામ રાઉન્ડ પૂર્ણ થયા અને કુંવરજીએ 19985 મતોથી જીત મેળવી. આમ, ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા હતા. એક તરફ કોંગ્રેસનો ગઢ આંચકી લીધો હતો, તો બીજી તરફ વિધાનસભામાં 100નો આંકડો પાર કર્યો હતો. તો બીજી તરફ કહી શકાય કે, કુંવરજીનો પક્ષપલટાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. જસદણની જનતાએ ફરીથી તેમને સ્વીકાર્યા હતા. 


મતગણતરી Live : 


  • મતગણતરી પૂરી. જસદણમાં બાવળજીએ કમળ ખીલાવ્યું. 19 રાઉન્ડના અંતે કુંવરજી 19985 લીડથી જીત્યા. એક વર્ષ પહેલા તેમની લીડ 9000 જેટલી હતી. જ્યારે ભાજપમાં આવવાથી તેઓ ડબલ લીડથી જીત્યા. 

  • જસદણમાં ભાજપ અને કુંવરજીની જીતના નારા લાગ્યા. કુંવરજીએ મેળવી 20 હજારથી વધુ લીડ. 

  • 17 રાઉન્ડ બાદ કુંવરજી જંગી જીત તરફ આગળ વધ્યા. મતના દેખાતા ભેદ બાદ હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી તેમ કહી શકાય. 17 રાઉન્ડ બાદ કુંવરજીને 89782 અને નાકિયાને 69521 વોટ મળ્યા. 

  • ભાજપના કાર્યાલયમાં જીત શરૂ થઈ, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય પર સોપો છવાયો. 

  • ગાંધીનગરના નેતાઓ જસદણ આવવા રવાના. 2 વાગ્યા સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જસદણ પહોંચશે. ત્યાર બાદ જસદણમાં ભાજપનું મોટું સેલિબ્રેશન થશે. ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવશે. 


[[{"fid":"196125","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan16Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan16Round.jpg"},"type":"media","field_deltas":{"11":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan16Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan16Round.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan16Round.jpg","title":"Jasdan16Round.jpg","class":"media-element file-default","data-delta":"11"}}]]


  • સતત કુંવરજી બાવળીયાની લીડ વધતા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ હારનો સ્વીકાર કર્યો. અવસર નાકિયાએ મતદારોનો આભાર માન્યો અને હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મેં પહેલીવાર જ ઉમેદવારી કરી હતી. ઈવીએમમાં આડુંઅવડું કરીને ભાજપે જીત કરી હશે. મતદારોને પાછા કાઢેલા હતા. તમામ સમાજના મને મત મળ્યા છે અને તમામ સમાજનો હું આભાર માનું છું. 

  • 16મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ. કુંવરજીને મળ્યા 78702 અને નાકિયાને 62729 મત મળ્યા. આમ, સતત 16મા રાઉન્ડમાં કુંવરજીએ લીડ જાળવી રાખી. 

  • ભાજપ કાર્યાલય કમલમમાં વિજય ઉત્સવ શરૂ કરાયો. ઢોલ નગારા સાથે ઉજવણી શરૂ


[[{"fid":"196124","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JasdanBJP1111.jpg","field_file_image_title_text[und][0][value]":"JasdanBJP1111.jpg"},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JasdanBJP1111.jpg","field_file_image_title_text[und][0][value]":"JasdanBJP1111.jpg"}},"link_text":false,"attributes":{"alt":"JasdanBJP1111.jpg","title":"JasdanBJP1111.jpg","class":"media-element file-default","data-delta":"10"}}]]


  • જીતુ વાઘાણી જસદણ આવવા રવાના થયા. મતગણતરી સેન્ટર બહાર કુંવરજીની જીતના ફટાકડા ફોડાયા. લોકો બીજેપીની જીત પર ડાન્સ કરી રહ્યા છે. 

  • 15મા રાઉન્ડની મતગણતરી પૂરી. 15 રાઉન્ડ બાદ અવસર નાકિયાને મળ્યા 56361 મત. કુંવરજીને મળ્યા 73867 મત. કુંવરજીની લીડ 17 હજારને પાર કરી ગઈ

  • 14મા રાઉન્ડની મતગણતરી પૂરી. પોતાનો ગઢ જાળવવામાં બાળવીયા સફળ રહ્યા. કુંવરજીને મળ્યા 70442 મત અને નાકિયાને 52760 મત મળ્યા. બાવળીયા જંગી લીડથી સતત આગળ વધી રહ્યા છે. 


[[{"fid":"196122","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan14Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan14Round.jpg"},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan14Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan14Round.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan14Round.jpg","title":"Jasdan14Round.jpg","class":"media-element file-default","data-delta":"9"}}]]


  • 13મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ. કુંવરજીને મળ્યા 66086 મત અને નાકિયાને મળ્યા 48366 મત. હવે માત્ર 6 રાઉન્ડની ગણતરી બાકી છે. આ જીતની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણ આવી શકે છે. 


[[{"fid":"196120","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan13Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan13Round.jpg"},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan13Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan13Round.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan13Round.jpg","title":"Jasdan13Round.jpg","class":"media-element file-default","data-delta":"8"}}]]


  • મતગણતરી સેન્ટરની બહાર ભાજપ અને મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાયો. અવસર નાકિયા માટે હવે આ લીડ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે, ત્યારે કુંવરજીની જીત લગભગ નક્કી 

  • નોટામાં કુલ 1356 મત પડ્યા.

  • 12મા રાઉન્ડની મતગણતરી પણ પૂરી. 15 હજારની લીડ સાથે કુંવરજી આગળ. કુંવરજી 60279 મતથી આગળ છે. તો નાકિયાને મળ્યા છે 44890 મત. કુંવરજી સતત જીત તરફ આગળ વધી રહ્યા છે 

  • 15 લીડથી સતત આગળ રહી રહેલા કુંવરજી બાવળીયાની જીતની જશ્નની તૈયારીઓ શરૂ કરાઈ. વિજય સરઘસ માટે ગાડી તૈયાર કરાઈ. ગાડીને ફૂલોથી સજાવવામાં આવી. 


[[{"fid":"196114","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan12Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan12Round.jpg"},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan12Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan12Round.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan12Round.jpg","title":"Jasdan12Round.jpg","class":"media-element file-default","data-delta":"7"}}]]


  • 11મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ. કુંવરજી બાવળીયાએ 54 હજારનો આંકડો વટાવ્યો. કુંવરજીના મત 54677 અને નાકિયાના 41791 મત થયા. ભાજપે શરૂ કરી જીતના જશ્નની તૈયારીઓ.  

  • 10મા રાઉન્ડની મતગણતરી પૂરી. કુંવરજી 11600 મતથી આગળ. હવે 9 રાઉન્ડની ગણતરી જ બાકી રહી. કુંવરજીને મળ્યા 49656 મત અને નાકિયાને 38056 


[[{"fid":"196111","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan10Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan10Round.jpg"},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan10Round.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan10Round.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan10Round.jpg","title":"Jasdan10Round.jpg","class":"media-element file-default","data-delta":"6"}}]]


  • 9મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ. કુંવરજનો આંકડો 43 હજારને પાર. તેઓ 9449 મતથી નાકિયાથી આગળ છે. સતત નવમા રાઉન્ડમાં અવસર નાકિયા પાછળ ચાલી રહ્યા છે. કુંવરજી 43105 પર અને નાકિયા 33640 પર

  • આઠમા રાઉન્ડની ગણતરી શરૂ થઈ. કોંગ્રેસના વિસ્તારોની મતગણતરી શરૂ થતા બાવળીયાની લીડ થોડી ઘટી. કુંવરજીના મતનો આંકડો 40 હજારને પાર થયો. અત્યાર સુધી 75 હજારથી વધુ મતની ગણતરી થઈ ચૂકી છે. હાલ શહેરી વિસ્તારની મત ગણતરી ચાલી રહી છે.  

  • સાતમા રાઉન્ડની મતગણતરી પૂરી. કુંવરજી બાવળીયા સતત આગળ ચાલી રહ્યા છે. 37341 કુંવરજીને અને 28925 નાકિયાને. કુંવરજીની લીડ ઓછી થઈ. હવે કોંગ્રેસનો ગઢ ગણાતા મતવિસ્તારોની મતગણતરી શરૂ  


[[{"fid":"196108","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-14521.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan-14521.jpg"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-14521.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan-14521.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan-14521.jpg","title":"Jasdan-14521.jpg","class":"media-element file-default","data-delta":"5"}}]]


  • સાતમા રાઉન્ડમાં બાવળીયા 11 હજારની જંગી લીડથી અવસર નાકિયાથી આગળ 

  • છઠ્ઠા રાઉન્ડમાં કુંવરજી 10 હજાર લીડથી નીકળી ગયા આગળ. કુંવરજી 30968 અને અવસર નાકિયા 19964 પર  


[[{"fid":"196105","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan8989.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan8989.jpg"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan8989.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan8989.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan8989.jpg","title":"Jasdan8989.jpg","class":"media-element file-default","data-delta":"4"}}]]


  • ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીની કચેરીમાં સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. 

  • પાંચમા રાઉન્ડની ગણતરીમાં કુંવરજી 7685 લીડથી આગળ

  • ચોથા રાઉન્ડમાં બાવળીયાના લીડ સતત વધી રહી છે. બાવળીયા 5000 લીડથી અવસર નાકિયાથી આગળ ચાલી રહ્યા છે. 23812 મત બાવળીયાને અને 15930 અવસર નાકિયાને. ચોથા રાઉન્ડમાં કુંવરજીના જ મત વિસ્તારની મતગણતરી ચાલી રહી છે, જેથી પોતાના વિસ્તારમાં તેઓ જંગી લીડ મેળવી રહી છે.  

  • ચોથા રાઉન્ડની મતગણતરીમાં કુંવરજી બાવળીયા 17819 મત અને અવસર નાગિયા 14745 મત. અવસર નાકિયા માત્ર 3000 મતથી પાછળ, પણ કુંવરજીને આપી રહ્યા છે જોરદાર ટક્કર


[[{"fid":"196102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-Round-3.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan-Round-3.jpg"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan-Round-3.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan-Round-3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan-Round-3.jpg","title":"Jasdan-Round-3.jpg","class":"media-element file-default","data-delta":"3"}}]]


  • ત્રીજા રાઉન્ડમાં કુંવરજીના 13783 મત અને અવસર નાકિયાને 11602 મત મળ્યા. બે હજાર મતનો ડિફરન્સ 

  • ત્રીજો રાઉન્ડ શરૂ. કુંવરજી 2700 મતથી આગળ 

  • ઠંડી હોવા છતા મતગણતરી સેન્ટરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. ભરત બોધરાના ગ્રામ્ય વિસ્તારોની મતગણતરી થઈ રહી છે 

  • બીજા રાઉન્ડમાં નાકિયાના 5618 અને કુંવરજીના 684 મત બોલે છે 

  • બીજા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે. કુંવરજી 1500 જેટલા મતથી અવસર નાકિયાથી આગળ. હજી ગ્રામીણ વિસ્તારોની મતગણતરી થઈ રહી છે, શહેરી વિસ્તારની મતગણતરી હજી શરૂ કરાઈ નથી.

  • 4705 મતથી કુંવરજી બાવળીયાનું પલડુ આગળ, 3704 મતથી અવસર નાકિયા પાછળ


[[{"fid":"196095","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan35.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan35.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan35.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan35.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan35.jpg","title":"Jasdan35.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


  • બીજા રાઉન્ડમાં 2000થી વધુ મતથી કુંવરજી બાવળીયા આગળ ચાલી રહ્યાં છે 

  • પહેલા રાઉન્ડમાં કુંવરજી બાવળીયા પાછળ હતા 106 મતથી 

  • મતગણતરી કેન્દ્ર પર ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ છે. ભાજપ દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે કે, અવસર નાકિયાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અવસર નાકિયા આ વિશે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપની ટિપ્પણી બાદ થોડી તકરાર થઈ હતી. 

  • 110 બેલેટ પેપરની મતગણતરી પૂરી, કુંવરજી બાવળીયા આગળ. ટૂંક સમયમાં જ ઈવીએમની ગણતરીની શરૂઆત થશે  


[[{"fid":"196096","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bavaliya.jpg","field_file_image_title_text[und][0][value]":"Bavaliya.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bavaliya.jpg","field_file_image_title_text[und][0][value]":"Bavaliya.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Bavaliya.jpg","title":"Bavaliya.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


  • પ્રથમ રાઉન્ડમાં પાંચ હજારથી વધુ મતની ગણતરી શરૂ કરાઈ 

  • થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે. તે પહેલા જ કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. ભરત બોઘરા પણ પહોંચી ગયા છે. 

  • મતગણતરી શરૂ થઈ ગઈ છે.


કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાએ આજે સવારે ઘરેથી પૂજા અર્ચના કરી હતી અને કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. તો બીજી તરફ ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે પણ જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ વખતનું પરિણામ અકલ્પનીય હશે તેવી લાગણી કુંવરજીભાઇએ વ્યક્ત કરી હતી. 


20મી ડિસેમ્બરના રોજ જસદણની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણમાં 71.27 ટકા મતદાન થયું હતું. 1,65,325 મતદારોએ મતદાન કર્યું હતું. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં મતદારોએ વોટ આપ્યો હતો. શતાયુ મતદારો તથા વૃદ્ધો પણ લાકડીને ટેકે મત આપવા આવ્યા હતા. ત્યારે જસદણની જનતા પણ રાહ જોઈને રહી છે. આજે મતગણતરી હોઈ અત્યારથી જસદણના ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કોણ આવશે સત્તા પર. 


આજે મતગણતરી 
આજે 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે. 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય. 



જસદણની જીત ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની બની ગઈ છે. બંનેમાંથી જે પણ પાર્ટી જીતે અને હારે તો તેના માટે લોકસભાના ઈલેક્શન માટેના સમીકરણો બદલાઈ જશે. આવનારા દિવસોમાં ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો વચ્ચે હાર-જીતનુ ઠીકરૂ ફોડવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. આજે પરિણામ બાદ મોવડી મંડળ શું પગલા લે છે તેની ચર્ચા હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીમાં બંને પક્ષોએ એડી-ચોટીનું જોર લગાડવામાં કોઇ જ કસર છોડી નહોતી. જે માટે બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા.