ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5લાખથી પણ વધુ વિદ્યાર્થીઓનું આજે પરિણામ
શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. બપોરબાદ વિદ્યાર્થીઓ શાળા પરથી માર્કશીટ મેળવી શકશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે.
અતુલ તિવારી/અમદાવાદ: શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. બપોરબાદ વિદ્યાર્થીઓ શાળા પરથી માર્કશીટ મેળવી શકશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે.
રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે મહત્વનું છે, કે 25 મેના રોજ સવારે 8:00 બોર્ડની વેબસાઇટ ઉપરથી પરિણામ જાણી શકાશે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા
અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.