ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ
લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભાની સીટો સાથે વિધાનસભાની 4 સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભાની સીટો સાથે વિધાનસભાની 4 સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે.
રાજ્યની ચાર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીના પણ આજે પરિણામ જાહેર થવાના છે. ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રામાં વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. મતગણતરીને લઈ તંત્રની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા
CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતમાં મતગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાન થવાની શક્યતા હોવાને કારણે તમામ રાજ્યોના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઇને કેન્દ્રીયગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને પોલીસ ફોર્સને પણ સતર્ક રહેવાના સૂચન આપી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળો પર તોફાન થવાની શક્યતાઓ હોવાથી કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા દેશના તમામ રાજ્યોના પોલીસ સતર્ક રહેવાના આદેશ આપાવમાં આવ્યા છે.