હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉન વચ્ચે કંટાળેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યે જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી વિદ્યાર્થીઓ જોઈ શકશે.


શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્સ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) લેવાઈ હતી. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી હતી. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વરસ્યો હતો. જેના બાદથી તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અટકી પડી હતી. જેને કારણે બોર્ડના પેપર ચેકિંગને પણ મોટી અસર થઈ હતી. ત્યારે હવે આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર