નર્મદા: પીએમ મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સોમવાર એટલે કે તારીખ 31મી ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રીની હાજરીમાં એર શો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે તેનું રીહર્સલ કરવામાં આવી રહયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી કેવડીયા કોલોનીથી મહત્વની જાહેરાત કરી શકે છે. રોયલ કિંગડમ મ્યુઝીયમ રાજા રજવાડાઓની બલિદાનની ગાથા કહેતું બનશે. કેવડીયા કોલોની ખાતે દેશનું પ્રથમ રોયલ કિંગડમ મ્યુઝીયમ બનાવવામાં આવશે. મ્યુઝીયમમાં દેશના અને ગુજરાતના રાજા રજવાડાઓનું બલિદાનનું ઈતિહાસ રજુ કરવામાં આવશે. દેશના એકીકરણ માટે રાજા રજવાડાઓના બલિદાનને યાદ કરવામાં આવશે. દેશને મજબુત કરવા માટે ક્ષત્રિય સમાજની ભૂમિકા અને પરંપરાને આજની પેઢીને માહિતગાર થાય તેવો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube