કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે
છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ શનિવારે શહેરની મુલાકાત લેવાના છે.
સુરતઃ છેલ્લા ઘણા દિવસથી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી સુરતમાં 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. તો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અધિકારીઓ સુરતમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવા માટે શનિવારે સુરતની મુલાકાત લેવાના છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. સૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ સુરતની મુલાકાત લેવાના છે. અહીં તેઓ સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવશે.
અનલૉક-2માં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મુસાફરી કરવા માગતા લોકો માટે મહત્વના સમાચાર, વાંચો
મુખ્યમંત્રી સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી સુરતમાં બેઠક યોજીને મેળવશે. સીએમ સહિત અધિકારીઓ કાલે સવારે 10.30 કલાકે સુરત પહોંચશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube