ભારે વરસાદથી દાહોદ જિલ્લો પાણી-પાણી, બે દિવસ રેડ એલર્ટ જાહેર કરતા શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Weather Forecast : દાહોદમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં મૂશળધાર વરસાદના કારણે દાહોદના લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને તેમણે સોમવાર અને મંગળવાર 2 દિવસની શાળાઓમાં રજા જાહેર કરી છે.
Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ દાહોદને ઘમરોળ્યું નાંખ્યું છે. સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ભારે વરસાદના કારણે નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાં છે. દાહોદના સુખસરની ખારી નદીમાં કાર તણાઈ હતી. જેના કારણે 5 લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું.
આભ ફાટ્યું! ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત
સોમવાર અને મંગળવાર 2 દિવસની શાળાઓમાં રજા
દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને તેમણે સોમવાર અને મંગળવાર 2 દિવસની શાળાઓમાં રજા જાહેર કરી છે. દાહોદ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરતા બે દિવસ શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામા આખી ફિલ્મ તો બાકી છે, આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે
દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ રેસક્યુ માટેની કામગીરી હાથ ઘરી હતી.
નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરના એક માળ પાણીમાં
નર્મદા જિલ્લામાં શાળામાં રજા જાહેર
સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ કારમે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એક દિવસ માટે શાળા કોલેજો માં શૈક્ષણીક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.
Asia Cup Final: એશિયા કપની ફાઈનલમાં સિરાજની તહાબી, એક ઓવરમાં ઝડપી 4 વિકેટ
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.