નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરોના એક માળ પાણીમાં ડૂબ્યા

Narmada Dam Overflow : નર્મદા ડેમ માંથી 19 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડાતા સૌથી ભયાનક સ્થિતિ નજીકના ગામ ચાણોદની થઈ છે. આખું ચાણોદ પાણીમાં ગરકાવ થયું છે. નર્મદાના નીર કિનારાથી ગામમાં 1 કિલોમીટર અંદર ઘુસી આવ્યા છે. કાંઠે લાંગરેલી હોડીઓ ગામમાં રમકડાની બોટની જેમ ફરવા લાગી છે. આટલા ઓછા સમયમાં આટલું પાણી પ્રથમવાર જોયાની ગામજનોએ જણાવ્યું. નદીની નજીકના વિસ્તારમાં 2 માળ સુધી પાણીમાં ગરકાવ થયા છે. હજીપણ સતત ઝડપથી પાણીના સ્તર વધી રહ્યા છે.

નર્મદા નદીનું પાણી ચાંદોદના લોકો માટે બન્યું આફત

1/23
image

તો બીજી તરફ નર્મદા નદીનું પાણી ચાંદોદના લોકો માટે આફત બન્યું છે. 2004 પછી બીજી વખત નર્મદા નદીનું પાણી બજાર સુધી આવી ગયું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદને મોટી અસર થઈ છે. ચાંદોદ, કરનાળી અને નંદેરેયા ગામમાં નર્મદાના નીર ઘૂસ્યા છે. નર્મદા નદીના રૌદ્ર સ્વરૂપથી કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. યાત્રાધામ ચાંદોદના રસ્તા પર નર્મદાનું પાણી આવી ગયું છે. પાણીનો પ્રવાહ જોતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે. હાલ ગ્રામજનો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાક ચાંદોદના ગ્રામજનો સુધી પહોંચ્યું હતું. ગ્રામજનો પાણી ક્યારે ઉતરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. ચાણોદમાં પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પરિવારને SDRF ની ટીમે સલામત રીતે રેસ્ક્યું કરી બચાવ કર્યો હતો. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે. ગ્રામજનો દુકાનનો સામાન ખાલી કરવા મજબૂર બન્યા છે. તો તમામ ગામનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. 

નર્મદા જિલ્લામાથી ૧૬૩૭ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

2/23
image

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની  વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ  કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં શાળામાં રજા જાહેર

3/23
image

સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ કારમે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એક દિવસ માટે શાળા કોલેજો માં શૈક્ષણીક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

4/23
image

નર્મદા નદીમાં પૂર આવતા વ્યાસબેટમાં 11 લોકો ફસાયા છે. ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે દમણટી કોસ્ટગાર્ડનું હેલિકૉપ્ટર રવાના થયું છે. વ્યાસબેટથી તમામ લોકોને એરલિફ્ટ કરાશે. ડભોઇ હેલિપેડ ખાતે લેન્ડ કરવામાં આવશે. હાલ હેલીકૉપરને સુરતથી આગળ વધવાનું ગ્રીન સિગ્નલ નથી મળ્યું. ડભોઇ હેલિપેડ ખાતે પોલીસ અને વહીવટીતંત્ર સ્ટેન્ડબાય છે. 

5/23
image

નર્મદા બંધમાંથી છોડાયેલા પાણીની વિપરીત અસર જોવા મળી. નર્મદાના પાણી અન્ય નદીઓમાં ઘૂસી ગયા. રાજપીપળાની કરજણ નદીમાં આ પાણી બેક મારતા કરજણના પાણી રાજપીપળા શહેરમાં ઘૂસ્યા. રાજપીપળાના કુંભારવાડા ભોઈવાડ વિસ્તારમાં 20 થી વધુ લોકો ફસાયા. જેઓએ મકાનોમાં બીજે માળ જઈને પોતાનો જીવ બચાવ્યો. રાજપીપળામાં 50 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. જોકે હજુ 20 લોકો ઘરોમાં એક મંદિરમાં લોકો રોકાયા છે. ગત રાત્રીના લોકો અટવાયા હોય હજુ સુધી કોઈ સહાય પહોચી નથી. તંત્ર નીચાણ વાળા વિસ્તારોમાં મુલાકાત કરી જતા રહ્યા પણ પાણી આવ્યા બાદ કોઈ ફરક્યું નથી. આમ સતત બીજી રાત્રિ આ ફસાયેલા લોકો લાઈટો વગર કાઢશે. જરૂરિયાતના સામાન પણ તેમની પાસે નથી. હાલ કોઈ મદદ કરી રહ્યું નથી મદદની અપેક્ષા માટે વિનંતી કરી રહ્યા છે. કોઈ રેસ્ક્યુ ટિમ પણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. 

6/23
image

નર્મદાના માંગરોળ ગામમાં ફસાયેલ 10 બાળકોને બચાવાયા. હજુ 15 વિધાર્થીઓ અને શિક્ષકો સાથે આશ્રમમાં સાધુઓ ફસાયેલ છે. Sdrf બાદ ndrf ની ટીમો બચાવ કામગીરીમાં કામે લાગી. 

7/23
image

કરજણના અનેક ગામો જળબંબાકાર થયા. લાખો એકર ખેતરોમાં પાણી ઘૂસ્યા. 20 જેટલા આશ્રમો પાણીમાં ગરકાવ થયા. કિલોમીટરો સુધી ખેતરોમાં નર્મદાનું પાણી ફરી વળ્યા છે. 500 ઉપરાંતના ઘરોમાં મોટી અસર થઈ. ધારાસભ્ય અક્ષય પટેલ દરેક ગામમાં સતત સંપર્ક કરી રહ્યા છે. એનડીઆરએફ અને એસબીઆરએફની ટીમો તૈનાત...

8/23
image

9/23
image

10/23
image

11/23
image

12/23
image

13/23
image

14/23
image

15/23
image

16/23
image

17/23
image

18/23
image

19/23
image

20/23
image

21/23
image

22/23
image

23/23
image