ઝી મીડિયા/બ્યૂરો :આરોગ્ય મંત્રી જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા પોઝિટિવ કેસનો આંકડો જાહેર કર્યો છે. બુધવારના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીનો આંકડો 38 કેસ પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે. ગઈકાલે રાજ્યમાં પાંચ કેસ આવ્યા હતા. જેમાં દૂબઈ ટ્રાવેલ હિસ્ટ્રીનો એક કેસ હતો, અને એક લોકલ ટ્રાન્સમિશનનો કેસ હતો. જ્યારે નવા ત્રણ કેસમાં એક કેસ અમદાવાદની મહિલાનો દૂબઈ ટ્રાવેલ હિસ્ટ્રીનો છે, અન્ય બે સુરત અને વડોદરાના લોકલ ટ્રાન્સમિશનના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિના પહેલા દિવસે આવ્યા ખુશખબર, અમેરિકામાં તૈયાર થઈ Corona virusની દવા 


કોરોનાના આજના અપડેટ


  • 211 ક્વોરેન્ટાઈન સુવિધા હાલ ગુજરાત સરકાર પાસે છે. 

  • 20,688 ક્વોરેન્ટાઈનમાં છે. 

  • 430 સરકારી ક્વોરેન્ટાઈનમાં છે. 

  • 20220 હોમ ક્વોરેન્ટાઈનમાં છે.

  • 38 લોકો પ્રાઈવેટ ફેસેલિટીમાં છે. 

  • ક્વોરેન્ટાઈનો ભંગ કરનારા 147 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. 

  • સવાર સુધી 1 કરોડ 7 લાખ લોકોનો સરવે પૂરો કરાયો છે